‘સરકાર વિષકન્યા જેવી હોય છે..’, ગડકરીએ એમ શા માટે કહ્યું? ખૂબ થઇ રહી છે ચર્ચા

PC: facebook.com/nitingadkary

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું કહેવું છે કે મહારાષ્ટ્ર સરકારની ‘લડકી બહિન યોજના’ના કારણે અન્ય સેક્ટરોમાં મળનારી સબ્સિડી પ્રભાવિત થશે. તેમણે નાગપુરમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે, ‘એ વાત નક્કી નથી કે રોકાણકારોને તેમની સબ્સિડી સમય પર મળી જશે કેમ કે સરકારે લડકી બહિન યોજના માટે પણ ફંડ આપવાનું છે. સડક પરિવહન મંત્રીએ વિદર્ભના કારોબારીઓ સાથે સંવાદમાં કહ્યું કે, આંત્રપ્રિન્યોર્સે રોકાણ માટે આગળ આવવું પડશે કેમ કે બધુ સરકાર પર જ નહીં છોડી શકાય. એટલું જ નહીં તેમણે સરકારને ‘વિષકન્યા’ જેવી બતાવી.

તેમણે કહ્યું કે, એ મહત્ત્વ ધરાવતું નથી કે કઇ પાર્ટીની સરકાર છે, પરંતુ એ વિષકન્યા જેવી જ હોય છે. તેમના આ નિવેદનને વિપક્ષે હાથોહાથ લીધું છે અને મહારાષ્ટ્ર સરકારને રાજ્યના આર્થિક સ્વાસ્થ્યને લઇને ઘેરવાની શરૂ કરી દીધી છે. ઉદ્ધવ સેના અને NCP SPએ કહ્યું કે, જો સરકારના લોકો જ આર્થિક સ્વાસ્થ્યને લઇને ચેતવી રહ્યા છે તો એ ચિંતાની વાત છે. નીતિન ગડકરીએ કહ્યું કે, મારું મંતવ્ય છે કે સરકાર ગમે તેની હોય એટલે કે કોઇ પણ પાર્ટીની હોય તેને દૂર જ રાખો.

નીતિન ગડકરીએ મજાકિયા અંદાજમાં કહ્યું કે, સરકાર વિષકન્યા જેવી હોય છે, તે જેની સાથે જાય છે, તેનો નાશ કરી દે છે. એટલે આ મામલામાં નહીં પડો. તેમણે કારોબારીઓને કહ્યું કે, તમે સબ્સિડીના ભરોસે ન રહો. જો તમને સબ્સિડી મળે છે તો તેને લો, પરંતુ એ ભરોસો નથી કે તે ક્યારે મળશે. જ્યારે લડકી બહિન યોજનાની શરૂઆત થઇ ચૂકી છે તો સરકારે ફંડનો ઉપયોગ ત્યાં પણ કરવો પડશે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકારે રાજ્યની 21 થી 65 વર્ષ સુધીની મહિલાઓને દર મહિને 1500 રૂપિયા આપવાનો વાયદો કર્યો છે. આ યોજના એ મહિલાઓ માટે હશે જેમના પરિવારની વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયાથી ઓછી છે. આ યોજનાની જાહેરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ કરવામાં આવી છે. નાણાં વિભાગનું અનુમાન છે કે આ યોજના પર મહારાષ્ટ્ર સરકારે વાર્ષિક 46,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડશે.

હવે નીતિન ગડકરી દ્વારા અપાયેલા નિવેદન પર વિપક્ષે કટાક્ષ કર્યો છે. સંજય રાઉતે કહ્યું કે, નીતિન ગડકરીએ યોગ્ય સવાલ ઉઠાવ્યો છે. જો એવા સમયમાં ફંડનો ખોટો ઉપયોગ થાય છે, જ્યારે સરકાર પાસે પૈસાઓની કમી છે અને બીજી યોજનાઓને રોકવી પડી રહી છે તો કેન્દ્ર સરકારની પણ થોડી જવાબદારી બને છે. ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં ભાજપના ધારાસભ્ય ટેકચંદ સાવરકરે પણ આ યોજનાને લઇને કહ્યું હતું કે, મહિલાઓના વૉટનો જુગાડ કરવાનો પ્રયાસ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp