IAS અવનીશ શરણે જણાવ્યું કે તેમનો પહેલો પગાર કેટલો હતો, જાણીને તમને લાગશે નવાઈ

PC: mysirsa.com

IAS બનવાના સપનાને વાસ્તવિકતામાં બદલવા માટે, દર વર્ષે 15 લાખથી વધુ ઉમેદવારો UPSC સિવિલ સર્વિસની પરીક્ષા આપે છે, પરંતુ તેમાં બહુ ઓછા લોકો સફળતા મેળવી શકે છે. અવનીશ શરણ, છત્તીસગઢ કેડરના IAS અધિકારી, તેમના સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને UPSC પરીક્ષાની તૈયારી કરનારાઓને માર્ગદર્શન આપે છે. 26 સપ્ટેમ્બરે તેમણે એક ટ્વીટ કર્યું જે જોતજોતામાં જ વાયરલ થઈ ગયું. અવનીશ શરણે એક ટ્વીટ દ્વારા જણાવ્યું કે ટ્રેઇની IAS ઓફિસર તરીકે તેમનો પહેલો પગાર કેટલો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે ટ્રેઇની IAS ઓફિસર તરીકે અવનીશ શરણનો પહેલો પગાર માત્ર 15 હજાર રૂપિયા હતો. તમને જણાવી દઈએ કે, તેઓ 2009 બેચના IAS છે.

આ ટ્વીટ દ્વારા ઓફિસર અવનીશ શરણે એ પણ જણાવ્યું કે જ્યારે તેમને આ પગાર મળ્યો ત્યારે તેઓ 27 વર્ષના હતા. આ પછી તેમણે બાકીના લોકોને તેમના પગાર વિશે પૂછ્યું. આ સવાલ પર તેમને ઘણાં જવાબો મળ્યા. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે તેનો પહેલો પગાર 5800 રૂપિયા હતો, જ્યારે બીજા કોઈએ કહ્યું કે તેનો પહેલો પગાર 6000 રૂપિયા હતો. તમને જણાવી દઈએ કે, ઓફિસર અવનીશ શરણે 2009ની સિવિલ સર્વિસ પરીક્ષામાં 77મો રેન્ક મેળવ્યો હતો.

અવનીશ શરણે સેલેરી પોસ્ટ બાદ વધુ એક ટ્વીટ કર્યું, જેને તેમણે 'મેરી યાત્રા' નામ આપ્યું. આમાં અવનીશ શરણે UPSC સિવાય તેની અન્ય પરીક્ષાઓના પરિણામો વિશે જણાવ્યું છે. તમને જણાવી દઈએ કે અવનીશ શરણ રાજ્ય પબ્લિક સર્વિસ કમિશનની પ્રિલિમિનરી પરીક્ષામાં 10 વખત નાપાસ થયા હતા અને તેમને CDS અને CPFની પરીક્ષામાં સફળતા મળી ન હતી, પરંતુ UPSC સિવિલ સર્વિસની પરીક્ષામાં પ્રથમ પ્રયાસમાં તેઓ ઇન્ટરવ્યુ સુધી પહોંચવામાં સફળ થયા હતા અને બીજા પ્રયાસમાં, તેમને 77મો રેન્ક મળ્યો હતો.

અહીં તમને જણાવી દઈએ કે, અવનીશ શરણનો જન્મ ડૉ. લોકેશ શરણ અને માતા મીરા શરણના ઘરે થયો હતો. આ બંને ખાનગી શિક્ષકો છે. શરણના લગ્ન મીરા દેવી સાથે થયા છે. મીરા શરણ સેન્ટ્રલ સર્વિસીસ, બેંગ્લોરમાં પોસ્ટેડ છે. અવનીશ પણ તેની સફળતાનો શ્રેય કાકા લોહિતેશ શરણને આપે છે. UPSC અધિકારી લોહિતેશ શરણ જોઈન્ટ કમિશનર છે. તેમણે અવનીશને UPSCની તૈયારી કરવા માર્ગદર્શન આપ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp