જાસૂસી ઉપગ્રહ RISAT-2BR1નું આજે લૉન્ચિગ, દરેક ખૂણા પર રહેશે નજર

PC: business-standard.com

ઈસરો બુધવારે દેશના અતિ મહત્ત્વના એવા RISAT-2BR1 જાસુસી ઉપગ્રહનું લૉન્ચિગ કરશે. રોકેટ PSLV-C48ની મદદથી RISAT-2BR1 ઉપગ્રહ ઉપરાંત બીજા નવ વિદેશી ઉપગ્રહને તે અવકાશમાં લઈ જશે. ઈસરોના રિપોર્ટ અનુસાર બપોરે 3.25 વાગ્યે આ રોકેટ ઉડાન શરુ કરશે. આ એક રડાર મોનિટરિંગ ઓબઝર્વેશન ઉપગ્રહ છે. જેનો વજન 628 છે. આ નવા ઉપગ્રહની ઉડાન આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટથી શરુ થશે. રોકેટ પોર્ટ સેન્ટર પરથી તેને લૉન્ચ કરવામાં આવશે. RISAT-2BR1ને 5476 કિમીની એક કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે.

આ ઉપગ્રહની અવધી પાંચ વર્ષની રહેશે. આ સાથે અમેરિકાના બીજા 9 ઉપગ્રહને ઈસરો અવકાશમાં તરતા મૂકશે. જેમાં મલ્ટિ-મિશન લેમુર-4 ઉપગ્રહ, ટેકનોલોજી ડિમોસ્ટ્રેશન ટાયવાક-0219, અર્થઈમેજિંગ હોપસેટ, ઈઝરાયલનું રિમોટ સેંસિંગ ડુચિફટ-3નો સમાવેશ થાય છે. નિષ્ણાંતોએ જણાવ્યા અનુસાર આ ઉપગ્રહ ભારતીય બોર્ડરની સુરક્ષા માટે અતિ મહત્ત્વનો છે. આ ઉપગ્રહને ભારતની બીજી જાસુસી આંખ માનવામાં આવે છે. RISAT-2BR1 સેટેલાઈટ પૃથ્વીની ભ્રમણકક્ષામાં સ્થાપિત થયા બાદ દેશના રડાર મોનિટરિંગ ઈમેજની શક્તિમાં નોંધપાત્ર વધારો થશે. જેની મદદથી ભારતીય બોર્ડરની સુરક્ષા કરવામાં અને તેને વધુ મજબુત બનાવવામાં માટે થતા પ્લાનિંગમાં સરળતા મળશે.

જ્યારે તે કક્ષામાં સ્થાપિત થશે ત્યારે તે કામ કરવાનું શરુ કરી દેશે. થોડા જ સમયમાં તેની તસવીર પણ મળી રહેશે. કોઈ પણ હવામાનની સ્થિતિમાં આ ઉપગ્રહ એકદમ સ્પષ્ટ અને ક્લિયર ફોટા સેન્ટર પર મોકલશે. વાદળ ભર્યા વાતાવરણમાં પણ તે દુશ્મનોની દરેક હિલચાલને સ્પષ્ટ દેખાડશે. ખાસ કરીને આફતના સમયમાં આ ઉપગ્રહ મહત્ત્વની કામગીરી અદા કરશે. RISAT-2BR1 ડિફેન્સ ઈન્ટેલિજન્સનું નિર્માણ ભારતમાં જ કરવામાં આવ્યું છે.

જેથી ભારતના તરફેણમાં રાત્રી દરમિયાન પણ બેસ્ટ ફોટોગ્રાફી કરી શકાય. આ ઉપગ્રહના કેમેરાની રેન્જ 9 કિમી સુધીની છે. તે 9 કિમી સુધીના કોઈ પણ પદાર્થનો સરળતાથી ફોટો પાડી શકે છે. જેથી બોર્ડરની સામેની તરફ થતી દરેક ગતિવિધીઓ પર ચાંપતી નજર રાખી શકાય છે. PSLVસિરીઝ થતા લૉન્ચિગમાં આ તેમનું 50મું લૉન્ચિગ છે. જેમાં અમેરિકાના 6, ઈઝરાયલ, જાપાન અને ઈટાલીને એક એક નાના ઉપગ્રહ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp