નેતાએ કહ્યું- દારૂબંધીને લઈને ગુજરાતનું મોડલ બિહારમાં લાગુ કરો

PC: scroll.in

બિહારમાં દારૂબંધી અંગે કાયદો લાગુ છે. બિહારમાં ઝેરી દારૂને કારણે મોતને ભેટતા હોય એવા કેસ હજું પણ યથાવત છે. શનિવારે બિહારના નાલંદામાં ઝેરી દારૂને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. એ પછી બિહારમાં દારૂબંધીને લઈને રાજકારણ ગરમાયું છે. દારૂબંધી પર કાયદાને લઈને વિપક્ષના દાનિશ રિજવાને કહ્યું કે, અમે લોકો તો શરૂઆતથી જ કહી રહ્યા છીએ કે, દારૂબંધીના કાયદાઓને કારણે માત્ર ગરીબ પ્રજાને મુશ્કેલી પડી રહી છે. જે લોકો ઝેરી દારૂ પીને મોતને ભેટી રહ્યા છે તેઓ ગરીબ છે પણ CM આ વાત સમજતા નથી.

હમ પ્રવક્તા દાનિશ રિજવાને કહ્યું કે, અમારા નેતા માંઝીએ દારૂબંધીના કાયદાનો વિરોધ કર્યોછે. મુખ્યમંત્રીને વારંવાર અપીલ કરવામાં આવી છે કે ગુજરાત મોડલની જેમ દારૂબંધી લાગું કરો. તેમ છતાં મુખ્યમંત્રીએ આને પ્રતિષ્ઠાનો સવાલ બનાવી દીધો છે. સતત ઝેરી દારૂ પીને લોકો મરી રહ્યા છે. ફરીથી એક વખત મુખ્યમંત્રીને અમે અપીલ કરી રહ્યા છીએ કે, દારૂબંધી માટેના કાયદાની સમીક્ષા કરવામાં આવે. જે કાયદો છે એમાં ફેરફાર કરવામાં આવે. જેથી ગરીબ પ્રજાને કોઈ પ્રકારની મુશ્કેલી ન વેઠવી પડે.

બિહારમાં લાગુ દારૂબંધીનો કાયદો મુખ્યમંત્રી નીતીશકુમાર માટે ગળામાં ફસાયેલા હાડકા સમાન બની રહ્યો છે. વિપક્ષ, ભાજપ અને સત્તામાં સામિલ પક્ષો ખુલ્લેઆમ આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ પ્રશ્ન ઊઠાવતા કહ્યું કે,કૃષિ કાયદા પાછા ખેંચાઈ શકે છે તો દારૂબંધીના કાયદા પર વિચારણા કેમ ન થઈ શકે. નીતીશકુમારે આ મુદ્દાને સમજવો જોઈએ. વિચાર કરવો જોઈએ. જ્યારે વડાપ્રધાન મોદી જો કૃષિ કાયદો પાછો ખેંચી શકતા હોય તમે દારૂબંધીના કાયદા પર વિચાર કેમ નથી કરી શકતા. દારૂબંધીને લઈને હું ઘણું બોલી ચૂક્યો છું પણ હવે બોલીશ તો ઈમાનદારી નહીં લાગે.

નાલંદામાં ઝેરી દારૂને કારણે લોકોના મોત નીપજ્યા છે. આ પહેલા પણ આવી ઘટનાઓ બનેલી છે. જો આ મુદ્દે તેઓ કંઈ બોલે તો ભાજપ અને અન્ય લોકો બીજા દ્રષ્ટિકોણથી સમજી જાય છે. પણ મુખ્યમંત્રી નીતીશકુમારે આને પ્રતિષ્ઠાનો સવાલ બનાવી લીધો છે. જોકે, છેલ્લા ઘણા સમયથી બિહારમાં દારૂબંધીનો મુદ્દો ચર્ચામાં રહ્યો છે. ખાસ કરીને ઝેરી દારૂ પીવાને કારણે કેટલાક લોકોના મોત થતા આ મુદ્દાને હવે રાજકીય સ્પર્શ લાગી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp