26th January selfie contest
BazarBit

હિન્દુ યુવકના સંબંધીઓ ન આવ્યા તો મુસલમાનોએ અર્થીને કાંધ આપી

PC: news18.com

આખા વિશ્વમાં કોરોનાનો ડર જોવા મળી રહ્યો છે. કોરોનાના કારણે હિન્દુ, મુસ્લીમ, ઇસાઇ જોયા વગર એકબીજાની મદદ કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં હિન્દુ-મુસ્લિમ એકતાનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક ગરીબ હિન્દુ યુવકનું મોત થતાં મુસ્લિમોએ યુવકને કાંધ આપી હતી અને તેને સ્મશાને લઇ જઇને યુવકના અંતિમ સંસ્કાર કર્યા હતા.રિપોર્ટ અનુસાર ઉત્તર પ્રદેશના બુલંદ શહેરના આનંદવિહારમાં રવિશંકર નામનો યુવક પરિવારની સાથે રહેતો હતો. રવિશંકરનો પરિવાર ખૂબ જ ગરીબ હતો. રવિશંકર પરિવારની સાથે જે વિસ્તારમાં રહેતો હતો ત્યાં મુસ્લિમ વસ્તી ખૂબ વધારે હતી.

રવિશંકરનું શનિવારના રોજ કોઈ કારણસર અવસાન થતાં તેમના પુત્રોએ સંબંધીઓ અને આસપાસના સ્થાનિક લોકોને આ બાબતે જાણ કરી હતી. રવિશંકરના મોતથી પરિવારમાં દુ:ખનો માહોલ સર્જાયો હતો પરંતુ કોરોનાના કારણે તેને કોઈ કાંધ આપવા માટે આવ્યા નહોતા.

થોડા સમયમાં રવિશંકરને ઘરની આસપાસ રહેતા મુસ્લિમ લોકો કાંધ આપવા પહોંચ્યા હતા. મુસ્લિમ લોકોએ પરિવારના તમામ સભ્યોને દિલાસો આપીને રવિશંકરની અર્થી તૈયાર કરી હતી. ત્યારબાદ મુસ્લિમ લોકોએ રવિશંકરની અર્થીને કાંધ આપીને કાળી નદી સ્થિત આવેલા સ્મશાન ઘાટ સુધી પહોંચાડ્યો હતો. આ ઉપરાંત રસ્તામાં મુસ્લિમ લોકો પણ રામનામ સત્ય બોલતા હતા.

મુસ્લિમ લોકોએ જ્યા સુધી સ્મશાનમાં રવિશંકરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા અને તમામ ક્રિયાઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ સ્મશાને રવિશંકરના પુત્રોની સાથે રહ્યા હતા અને ત્યારબાદ તેના સાથે ઘરે પરત ફર્યા હતા. મુસ્લિમ લોકોએ રવિશંકરના પરિવારજનોને મદદ કરવાનું પણ આશ્વાસન આપ્યું છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp