26th January selfie contest

ખરેખર શું છે નાગરિકતા સંશોધન બિલ? કેમ થઇ રહ્યો છે વિરોધ?

PC: twitter.com

હાલમાં સડકથી લઈને સાંસદ સુધી નાગરિકતા સંશોધન બિલને લઈને દેકારો ચાલી રહ્યો છે. દેશના પૂર્વોત્તર રાજ્યમાં આ બિલને લઈને ભારે વિરોધ થઈ રહ્યો છે. વિપક્ષે આરોપ મૂક્યો હતો કે, આ બિલ ભારતીય બંધારણની મૂળ ભવાનાઓ અને મુસ્લિમોની વિરુદ્ધમાં છે. પરતું, ભાજપ નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર આ તમામ આક્ષેપોને ફગાવી રહ્યો છે. આ બિલના કેટલાક મહત્ત્વના મુદ્દાઓને બારીકીથી સમજીયે. શા કારણે આ બિલને લઈને મોટા વિવાદો થઈ રહ્યા છે? અને શા માટે પૂર્વોત્તરના રાજ્યમાં તોફાનો થઈ રહ્યા છે?

આ બિલ સિટિઝનશીપ એક્ટ વર્ષ 1955માં સંશોધન અર્થે લાવવામાં આવ્યું છે. આ એક્ટ અંતર્ગત કોઈ પણ એવા વ્યક્તિ ભારતીય નાગરિકતા સરળતાથી મેળવી શકે છે. જે વ્યક્તિનો જન્મ ભારતમાં થયો હોય અથવા એમના માતા-પિતા ભારતીય હોય. અથવા ચોક્કસ સમયગાળા માટે તેઓ ભારતમાં રોકાયા હોય. નક્કી કરેલી જોગવાઈ અનુસાર સિટિઝનશીપ એક્ટ 1955 અંતર્ગત આ મદ્દાઓમાં આવતો વ્યક્તિ ભારતીય નાગરિકતા મેળવી શકે છે. જે છેલ્લા 12 મહિનાથી ભારતમાં રહેતા હોય. આ ઉપરાંત છેલ્લા 14 વર્ષમાંથી 11 વર્ષ ભારતમાં રહ્યા હોય. નાગરિકતા સંશોધન બિલ 2019, 3 દેશથી આવેલા 6 ધર્મના લોકો આ બિલની જોગવાઈઓમાં કેટલીક છૂટછાટ મેળવવાની વાત કરી રહ્યા છે.

જે છૂટછાટ અંતર્ગત પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી તા.31 ડિસેમ્બર 2014થી પહેલા આવેલા હિન્દુઓ, શીખ, બૌદ્ધ, જૈન અને પારસી અને ઈસાઈઓ માટે 11 વર્ષની શરત જે અગાઉ હતી એ પાંચ વર્ષ કરી દેવામાં આવી છે. જેમાં આ દેશમાંથી આવેલા મુસ્લિમોએ સૌ પહેલા હાલના કાયદા અનુસાર કેટલીક જોગવાઈઓને આધિન નાગરિકતા માટે એપ્લાય કરવું પડશે. નવું નાગરિક સંશોધન બિલ સિટિઝનશીપ એક્ટ 1955 ઓવરસીઝ સિટિઝન ઓફ ઈન્ડિયા (OCI)નું રજિસ્ટ્રેશન રદ્દ કરવાની જોગવાઈઓમાં નવી બીજી કેટલીક જોગવાઈઓ જોડવાની વાત છે. આ જોગવાઈઓ અંતર્ગત જો કોઈ OCI ભારતના કોઈ પણ નિયમનું ઉલંઘન કરે છે તે એમનું રજીસ્ટ્રેશન રદ્દ કરી દેવામાં આવશે.

વિદેશી સિટિઝનશીપ એક્ટ 1955 અંતર્ગત OCI વ્યક્તિ પોતાની રીતે રજીસ્ટ્રેશન કરાવી શકે છે. ભારતીય મૂળના પતિ-પત્ની દેશમાં હરવા-ફરવા માટે જઈ શકે છે. આ ઉપરાંત તેઓ દેશમાં કામ પણ કરી શકે છે. આ તેમને ફાયદા મળેલા છે. આ જોગવાઈનો ઉલ્લેખ બંધારણની છઠ્ઠી અનુસૂચમાં છે. જેમાં સામિલ અસમ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરાના આદિવાસી વિસ્તારમાં લાગુ નહીં કરી શકાય. આ વિસ્તારમાં કાર્બી આંગલોન્ગ, ગારો હિલ્સ, ચકમા ડિસ્ટ્રિક્ટ અને ત્રિપુરા ટ્રાઈબલ વિસ્તારોનો સમાવેશ થાય છે. છઠ્ઠી અનુસૂચીમાં સમાવિષ્ટ વિસ્તારો સ્વાયત્ત જિલ્લા પરિષદને કેટલાક વિશેષાધિકાર પણ મળેલા છે.

ADC આદિવાસી વિસ્તારના વિકાસના હેતુઓ માટે કાર્યક્ષેત્રમાં આવતા કેટલાક મુદ્દાઓ સામે તેઓ નિયમ કે કાયદો તૈયાર કરી શકે છે. નાગરિકતા સંશોધન બિલ 2019ની જોગવાઈઓ બંગાળ ઈસ્ટર્ન રેગ્યુલેશન, 1873 અંતર્ગત ઈનર લાઈનની અંદર આવનારા વિસ્તારો પર તે લાગું પણ નહીં થાય. ઈનરલાઈન પરમીટ અરુણાચલ પ્રદેશ, મિઝોરમ અને નાગાલેન્ડ જેવા વિસ્તારોને રેગ્યુલેટ કરે છે. આ એક ખાસ પ્રકારની પરમીટ સમાન હોય છે. જેની જરુર ભારતના બીજા વિસ્તારોના નાગરિકો ખાસ તો ઈનરલાઈન અંદર આવતા આ વિસ્તારોમાં જવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

શા માટે થયો આ વિવાદ

તા.9 ડિસેમ્બરના રોજ આ બિલ સાંસદમાં રજૂ થતા જ હોબાળો મચી ગયો હતો. કોંગ્રેસ સહિત બીજા પણ વિપક્ષો એકજૂથ થઈને તેનો વિરોધ કરી રહ્યા છે. ખાસ કરીને આ બિલ પર ફેરવિચારણાની અરજી કરવા માટે માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત બિલના ઉલ્લેખમાં મુસ્લિમ શબ્દોનો ઉપયોગ કરવા માટે માંગ કરવામાં આવી છે. BSPએ કહ્યું કે, આ બિલ બંધારણની મૂળ ભાવનાની વિરુદ્ધ છે. પાર્ટીએ કહ્યું હતું કે, જે ત્રણ દેશની વાત કરવામાં આવી રહી છે તેમાં ધાર્મિક લધુમતી વર્ગની સાથે વર્તણૂંક યોગ્ય નહીં હોવાની વાત હોઈ શકે છે. પણ સત્ય એ પણ છે કે, ભારતથી પાકિસ્તાન જનારા મુસ્લિમો સાથે પણ ત્યાંના નાગરિકો સમાન વર્તણૂંક કરતા નથી. વ્યવહાર પણ રાખતા નથી. વિપક્ષે દાવો કર્યો હતો કે, આ બિલ આર્ટિકલ 14નું પણ ઉલંધન કરે છે.

અમિત શાહે કહ્યું હતું કે, કોઈ પણ રીતે આ નાગરિક સંશોધન બિલ ગેરબંધારણીય નથી. આર્ટિકલ 14 ઉલંઘન પણ કરતું નથી. જેમાં સમાનતાના અધિકારનો ઉલ્લેખ છે. અમને મુસ્લિમો પ્રત્યે કોઈ નફરતની ભાવના નથી. આ દેશના કોઈ મુસ્લિમોને આ બિલ સાથે કોઈ લેવાદેવા નથી. આ ત્રણ દેશથી ભારત આવનારા લધુમતી કોમના-વર્ગના લોકોને નાગરિકતા દેવાની અહીં વાત છે. આ ઉપરાંત પૂર્વોત્તરના કેટલાક રાજ્ય વિસ્તારોમાં આ બિલની સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. જેનું મુખ્ય કારણ એ છે કે, ત્યાના મૂળ નિવાસીઓને ડેમોગ્રાફી બદલવા અને સ્વાયત્તા સામે જોખમ ઊભું થાય એવી આશંકા છે. જોકે, પૂર્વોત્તર રાજ્યના લોકો પર અને તેમના હીત પર પૂરતું ધ્યાન આપવામાં આવશે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp