બોસ સાથે સ્મોક કરનારા પુરુષોને જલદી મળે છે પ્રમોશનઃ રિસર્ચ

PC: gujaratifunda.com

કોર્પોરેટ કે વર્કપ્લેસ પર જે કોઈ પુરુષ સિગારેટ બ્રેક પર જાય છે તો એમને મહિલાઓની તુલનામાં વધારે ફાયદો થાય છે. નેશનલ બ્યૂરો ઓફ ઈકોનોમિક રીસર્ચ તરફથી કરવામાં આવેલા એક સર્વેમાંથી આ વાત જાણવા મળી હતી. આ વિષય પર સોમવારે એક પેપર રજૂ કરવામાં આવ્યું હતું. આ રિપોર્ટ અનુસાર જો તમારો મેનેજર પુરુષ હોય અને તે સ્મોકિંગ કરે છે તો બોસ સાથે સ્મોકિંગની ટેવ શેર કરવામાં આવે તો તેઓ અન્યની તુલનામાં ઝડપથી પ્રમોશન મેળવે છે. જે લોકો સ્મોક નથી કરતા એમની તુલનામાં આવો વર્ગ બીજા કામોમાં પણ થોડો આગળ હોય છે. મહિલાઓની તુલનામાં તેમને ફાયદો વધારે મળે છે.

આ વિષય પર એક ખાસ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાંથી આ વાત જાણવા મળી હતી. જો પુરુષ કર્મચારી મેનેજર હોય તો તેમને આ બાબતે થોડો ફાયદો મળે છે. જ્યારે મહિલાઓના પ્રમોશનનો રેટ એકસરખો જ છે. મહિલાઓના કેસમાં આવી કોઈ બાબતોથી કંઈ ફેર પડતો નથી. હાવર્ડ બિઝનેસ સ્કૂલના કે જો ક્યુલ અને UCLA એન્ડરસન સ્કૂલ ઓફ મેનેજમેન્ટના રિકાર્ડો પેરેજે મળીને આ રીસર્ચ કર્યું હતું. જેના અભ્યાસમાં પહેલા સંશોધનમાં લેવાયેલી કેટલીક ટેકનિકનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

પુરુષ સ્પોંસર બીજા ગ્રૂપની તુલનામાં પુરુષ સાથે જ બેસ્ટ કામ કરી શકે છે. આ કારણે તેમનું પ્રમોશન પણ બીજાની તુલનામાં ઝડપથી થાય છે. જ્યારે બીજી એક થીયરીમાંથી જાણવા મળ્યું હતું કે, લોકો કેવી રીતે આશ્રિતોને સમર્થન આપવાનું પસંદ કરે છે. જે એમના જ સ્તર પર કામ કરતા હોય છે. આમ પુરુષોને મહિલાઓની તુલનામાં વધારે ફાયદો મળી રહે છે. એવું પણ શક્ય છે કે, એક્ઝિક્યુટિવની રેન્કમાં મહિલાની સંખ્યા ઓછી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp