રામ મંદિરને લઇને હવે બાબા રામદેવે વડાપ્રધાન મોદીને કરી આ અપીલ

PC: vina.cc

યોગગુરુ સ્વામી રામદેવે શનિવારે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ નવમી પર અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ કરવો જોઈએ. રામદેવે કહ્યું કે રામ મંદિર એ મહાન વૈદિક પરંપરાનું પ્રતિબિંબ હોવું જોઈએ. મંદિર નગર ઉદૂપીમાં પાંચ દિવસીય યોગ તાલીમ શિબિર માટે પહોંચેલા સ્વામી રામદેવે પત્રકારોને જણાવ્યું હતું કે, અયોધ્યામાં રામ મંદિર વેટિકન, મક્કા અને અમૃતસરના સુવર્ણ મંદિરની જેમ હિન્દુઓ માટેનું એક મહાન તીર્થસ્થાન બનવું જોઈએ. મંદિર એ મહાન વૈદિક પરંપરાઓનું પ્રતિબિંબ હોવું જોઈએ. અમારી આશા એ છે કે રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા અયોધ્યા આધ્યાત્મિક જ્ઞાનનું કેન્દ્ર બનશે.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસમાં ચુકાદો સંભળાવ્યો છે. અદાલતે પોતાના ચુકાદામાં વિવાદિત જમીન રામલલા વિરાજમાનને આપવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયથી રામલલાને 2.77 એકર જમીન મળશે. સુપ્રીમ કોર્ટના પાંચ ન્યાયાધીશોની ખંડપીઠે આ નિર્ણય સંભળાવ્યો હતો. આ બેંચમાં CJI રંજન ગોગોઈનો સમાવેશ પણ થાય છે.

ચુકાદા દરમિયાન કોર્ટે કહ્યું હતું કે અમારા સમક્ષ જે પુરાવા મૂકવામાં આવ્યા હતા તે બતાવે છે કે વિવાદિત જમીન હિન્દુઓની છે. હિન્દુઓ માને છે કે તોડી પાડવામાં આવેલા ઢાંચાની જગ્યાએ ભગવાન રામનો જન્મ થયો હતો. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે સીતા કિચન, રામ ચબુતરા અને ભંડાર ગૃહના અસ્તિત્વના પુરાવા તે સ્થળની આસપાસ મળી આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp