નવો મોબાઈલ ખરીદવા પર મળી રહ્યા છે 1 કિલો કાંદા ફ્રી, દુકાનમાં લાંબી લાઈન

PC: thehindu.com

ડુંગળીના ભાવો આકાશને આંબી રહ્યા છે. ગયા અઠવાડિયાની તુલનામાં કાંદા 150 રૂપિયા કિલો થઈ ગયા છે. એવામાં દુકાનદારો ઈનોવેટિવ માર્કેટિંગ કરવાની સાથે પબ્લિસિટી સ્ટંટ પણ કરી રહ્યા છે. લોકોને પ્રભાવિત કરવા માટે દુકાનદારો સામાન વેચવાની સાથે એક કિલો કાંદા ફ્રીમાં આપી રહ્યા છે.

તમિલનાડુની એક દુકાન, સ્માર્ટફોન ખરીદવા પર ગ્રાહકોને 1 કિલો કાંદા ફ્રીમાં આપી રહી છે. તમિલનાડુના પેટ્ટુકોટ્ટઈમાં મોબાઈલના વેચાણ અને સેવા કેન્દ્ર મોબાઈલ સ્ટોર આ ઓફર લઈને આવ્યું છે. જ્યાં પ્રત્યેક સ્માર્ટફોનની સાથે 1 કિલો કાંદા ફ્રીમાં અપાઈ રહ્યા છે.

ગયા અઠવાડિયે કાંદાની કિંમત 180 રૂપિયા કિલો હતી. આ મોબાઈલ સ્ટોરના માલિકે વિચાર્યું કે, ફ્રીમાં કાંદા આપવાથી તેમની દુકાનની લોકપ્રિયતા વધશે. તેમનો દાવો છે કે, આ યોજનાને કારણે તેમને ઘણો ફાયદો થશે. કાંદા માટે લોકો મોબાઈલ ફોન ખરીદવા પણ તૈયાર છે.

દુકાનના માલિકે કહ્યું કે, સામાન્ય રીતે હું દિવસમાં 3 કે 4 મોબાઈલ સેટ વેંચુ છું, પણ મોબાઈલની સાથે કાંદા ફ્રીમાં આપવાની જાહેરાત કરતા જ દિવસમાં 10 મોબાઈલ ફોન વેચાઈ રહ્યા છે. મોબાઈલ લેવા પર ગ્રાહકો મોટા અને નાના કાંદા પસંદ કરી શકે છે.

વેપારીઓએ કમોસમી વરસાદને કારણે શાકભાજીના ભાવોમાં થયેલા વધારાને જવાબદાર ગણાવ્યું છે. ડુંગળીની વધતી કિંમતોને લઈને મીમ્સ અને જોક્સ પણ ખૂબ બની રહ્યા છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ રહ્યા છે. તમિલનાડુના કુડ્ડાલોરમાં જ એક દંપતિને તેમના લગ્નના ભેટ તરીકે ડુંગળી મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp