26th January selfie contest

મધ્ય પ્રદેશમાં ચૂંટણી ફરજ પરના બે કર્મચારીઓના હાર્ટ એટેકથી મોત

PC: dhakatribune.com

લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં આજે મતદાન ચાલી રહ્યું છે. મતદાતાઓની લાંબી કતારો લાગી છે. સવારે 11 વાગ્યા સુધી મધ્ય પ્રદેશની બેઠકો પર 13% મતદાન નોંધાઇ ચૂક્યું છે. ચૂંટણી અધિકારી વીએલ કાંતારાવે જણાવ્યું કે મતદાન કાર્યમાં લાગેલા બે કર્મચારીઓનું હાર્ટ એટેકના લીધે મોત થયા છે. પહેલી ઘટના શનિવારે મોડી રાત્રે શાજાપુરમાં થઇ જ્યાં બુથ પરના અધિકારી અનિલ નેમાને હાર્ટ એટેક આવતાં તેમનું મૃત્યુ થયું હતું. રવિવારે સવારે કુક્ષી વિઘાનસભા ક્ષેત્રના જલવટમાં મતદાન કર્મી ગારૂસિંહ ચોગડનું મોત થયું હતું. ચોગડનું મોત પણ હાર્ટ એટેકથી થયું હોવાનું સામે આવ્યું છે.

આ ઉપરાંત મધ્ય પ્રદેશના ઝાબુઆમાં પેટલાવદ વિધાનસભામાં બુથ ક્રમાંક 201 પર બે જૂથો વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. આ ઘટના સિવાય મધ્ય પ્રદેશમાં ચૂંટણી શાંતિપૂર્વક ચાલી રહી છે.

મધ્ય પ્રદેશની આઠ બેઠકો માટે રવિવારે અંતિમ ચરણમાં મતદાન ચાલી રહ્યું છે. મતદાન માટે 1,49,13,890 મતદાતા 82 ઉમેદવારોના નસીબનો ચુકાદો આપશે. આ લોકસભા ક્ષેત્રમાં 16 જિલ્લાઓમાં 18,411 બુથ બનાવવામાં આવ્યાં છે. શાંતિપૂર્ણ ચૂંટણી કરાવવાં માટે 56092 સુરક્ષાકર્મીઓને જવાબદારી સોંપવામાં આવી છે.

મધ્ય પ્રદેશ ઉપરાંત બિહાર, બંગાળ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં પણ આજે મતદાન થઇ રહ્યું છે. બે-ત્રણ જગ્યાએથી EVM ખોટકાવાના સમાચાર મળી રહ્યાં છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp