મૌલાનાનો ઓવૈસીને ખુલ્લો પત્ર, કહ્યું મત વિભાજન કરવા માટે ઉમેદવાર ન ઊતારો

PC: cdn.siasat.com

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલા એક મૌલાને ઓવૈસીને ખુલ્લો પત્ર લખ્યો છે. આ પત્રમાં ઓવૈસીને અપીલ કરવામાં આવી છે કે તેમની પાર્ટી AIMIMએ ઉત્તર પ્રદેશમાં મતોના વિભાજન માટે ઉમેદવારો ઉભા ન કરવા જોઈએ.

બીજી તરફ ઓવૈસી અલ્હાબાદ પશ્ચિમથી માફિયા ડોન અતીક અહમદની બેગમને મેદાનમાં ઉતારવાના છે. આ વાવડ સામે આવતા મૌલાનાએ પ્રતિક્રિયા આપી છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્ય મૌલાના ખલીલ-ઉર-રહેમાન સજ્જાદ નોમાનીએ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદ-એ-મુસ્લિમીન (AIMIM)ના ચીફ અસદુદ્દીન ઓવૈસીને એક ખુલ્લો પત્ર લખ્યો છે.

ઓવૈસીની પાર્ટી ઉત્તર પ્રદેશમાં 100 બેઠકો પર વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. મૌલવીએ પોતાના પત્રમાં કહ્યું છે કે ઉત્તર પ્રદેશમાં આગામી ચૂંટણીમાં AIMIM એ 100 સીટો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. પરંતુ પાર્ટીની લોકપ્રિયતાને જોતા એવી અટકળો છે કે મુસ્લિમ મતો વિભાજિત થઈ શકે છે, જેનો ફાયદો સાંપ્રદાયિક કહેવાતી તાકતને થઈ શકે છે.

મૌલાનાએ ઓવૈસીને વધુ બળવાખોર અને સાંપ્રદાયિક લોકો સામે મતો વહેંચવાનું બંધ કરવા કહ્યું છે. "મારા મતે, તમારે તમારી સંપૂર્ણ તાકાત એવી જ બેઠકો પર લગાવવી જોઈએ જ્યાં તમારી જીત નક્કી છે. બાકીની બેઠક માટે તમે ખુદ આ રાજકીય ગઠબંધન કરી શકો છો.

AIMIM એ અતીક અહેમદના ગઢ ગણાતા પ્રયાગરાજના અલ્હાબાદ પશ્ચિમ વિધાનસભા વિસ્તારથી તેમની પત્ની શાઇસ્તા પરવીનને ટિકિટ આપવાનો નિર્ણય કર્યો છે. ઉત્તર પ્રદેશમાં પાર્ટીના રાજ્ય પ્રવક્તા અફસાર મેહમૂદે તેમની ઉમેદવારીની જાહેરાત કરી દીધી છે. અતીક અહેમદે વર્ષ 1989, 1991 અને 1993 માં અલાહાબાદ પશ્ચિમમાંથી એક સ્વતંત્ર ઉમેદવાર તરીકે અને વર્ષ 1996 માં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે વિધાનસભાની ઘણી ચૂંટણીઓ જીતી છે.

 

જ્યારે અતીક અહેમદ વર્ષ 2004માં ફૂલપુરથી સાંસદ બન્યા ત્યારે તેમણે આ સીટ તેમના ભાઈ ખાલિદ અઝીમને આપી હતી. તેમના ભાઈ 2004ની પેટાચૂંટણીમાં બસપાના રાજુ પાલ સામે હારી ગયા હતા. જે બાદ રાજુ પાલની હત્યા કરવામાં આવી હતી. અતીક અને તેનો ભાઈ બંને આ કેસમાં મુખ્ય આરોપી છે.

2017ની છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં બીજેપીના સિદ્ધાર્થનાથ સિંહ અહીંથી જીત્યા હતા. AIMIM નેતાઓ દાવો કરે છે કે પાર્ટીના જિલ્લા અધ્યક્ષ શાહઆલમ અલ્હાબાદ દક્ષિણ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે, જ્યારે પાર્ટી આ વખતે કાનપુર કેન્ટોન્મેન્ટ વિધાનસભા મતવિસ્તારમાંથી અતીક અહેમદને મેદાનમાં લાવી શકે છે. પણ મુદ્દો એ ચર્ચામાં છે કે, મૌલવીએ ઓવૈસીને કહી દીધું છે કે, મત વિભાજન માટે કોઈ ઉમેદવારનો ઉપયોગ ન કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp