26th January selfie contest

કોરોનાના ત્રણ પ્રકારના દર્દી હોય છે, સરકારે નવી ગાઇડલાઇનથી ટ્રીટમેન્ટ કરવા કહ્યુ

PC: akm-img-a-in.tosshub.com

કોરોના વાયરસથી સંક્રમીત દર્દીઓના ઈલાજ માટે કેન્દ્ર સરકારે ક્લિનિકલ ગાઈડલાઈન્સમાં સુધારો કર્યો છે. જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, ડૉક્ટર્સે દર્દીઓને સ્ટીરોઈડ આપવું ન જોઈએ. સતત ઉઘરસ આવતી હોય તો એને ટ્યુબરક્લોસિસની તપાસ કરાવવા માટે કહેવું જોઈએ. આ ગાઈડલાઈન્સ ટાસ્ક ફોર્સના ચીફે બીજી વેવ દરમિયાન દવાઓના ઓવરડોઝ પર દુઃખ વ્યક્ત કર્યાના થોડા દિવસમાં જાહેર કરી હતી.

સુધારેલી ગાઈડલાઈન અનુસાર સ્ટીરોઈડ મ્યુકરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસ જે ખતરનાક સેકન્ડરી ઈન્ફેક્શનને વેગ આપી શકે છે. સમય પહેલા સ્ટીરોઈડનો ઉપયોગ અથવા લાંબા સમય સુધી એનો ઉપયોગ કે હાઈડોઝ આપવાની ભૂલ દર્દીનું જોખમ વધારી શકે છે.

સ્ટીરોઈડ માત્ર જરૂર પડે ત્યારે હલકા, મધ્યમ અથવા ગંભીર લક્ષણોના આધાર પર જ આપવી જોઈએ. ગાઈડલાઈનમાં એવી પણ સ્પષ્ટતા છે કે, ઉધરસ બેથી ત્રણ અઠવાડિયાથી વધારે સમય સુધી રહે તો દર્દીએ ટીબી અંગે તપાસ કરાવી લેવી જોઈએ.

આ સિવાય બીજી બીમારીઓ માટે પણ ટેસ્ટ કરાવવા જોઈએ. નીતિ આયોગના સભ્ય અને કોવિડ ટાસ્ક ફોર્સના ચીફ ડૉ.વી.કે. પોલે ગત અઠવાડિયે એક કોન્ફરન્સમાં સ્ટીરોઈડના વધારે પડતો ઉપયોગને લઈ તથા ઓવરડોઝને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.

માઇલ્ડ કેટેગરી

શ્વાસમાં તકલીફ અથવા આઈપોક્સિયા જેવી મુશ્કેલી કે બીમારી વગર અપર રેસ્પિરેટરી ટ્રેકટના લક્ષણને માઈલ્ડ ડીસીઝમાં કાઉન્ટ કરવામાં આવે છે. આમાં ગળા અને નાકમાં બીમારી ડિટેક્ટ થાય છે. આવી સ્થિતિમાં માત્ર હોમ આઈસોલેશન અથવા ડૉમેસ્ટિક કેર કરવાની સલાહ આપવામાં આવે છે. માઈલ્ડ કોવિડ સંક્રમીત કેસમાં માત્ર મેડિકલ મદદ મળે તો પણ વ્યક્તિ સાજો થઈ શકે. જેમાં પાંચ દિવસથી વધારે તાવ, ઉઘરસ અને શ્વાસ લેવામાં મુશ્કેલી હોઈ શકે છે.

 

મોડરેટ કેટેગરી

આ ઉપરાંત, જો દર્દીની શ્વાસની તકલીફ સાથે ઓક્સિજન સેચ્યુરેશન 90-93 ટકાની વચ્ચે હોય, તો તેમને હોસ્પિટલમાં દાખલ કરવા જોઈએ. આવા કિસ્સાઓ મધ્યમ કેસો તરીકે જોઈ શકાય છે. જો જરૂરી હોય તો કેટલાક દર્દીઓને ઓક્સિજન સપોર્ટ પર પણ મૂકવામાં આવી શકે છે.

ગંભીર કેટેગરી

શ્વાસ લેવામાં મુશ્કેલી અથવા ઓરડાની હવામાં ઓક્સિજન સેચ્યુરેશન 90% કરતા ઓછું હોય છે. તો એને ગંભીર કેસ માનવામાં આવે છે. આવી સમસ્યાના કિસ્સામાં, દર્દીને ICUમાં દાખલ કરવો પડશે, કારણ કે તેને રેસ્પિરેટરી સપોર્ટની જરૂર પડશે. નોન ઈન્સેનટિવ વેન્ટિલેશન (NIV), હેલ્મેટ અથવા ફેસ માસ્ક ઇન્ટરફેસની સુવિધા ઉપલબ્ધતાને આધીન રહેશે. શ્વાસની તકલીફવાળા દર્દીઓને પ્રાથમિકતા આપી શકાય છે. 60 વર્ષથી વધુ ઉંમરના અથવા કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ, હાયપરટેન્શન, કોરોનરી ધમની બિમારી, ડાયાબિટીસ અથવા એચઆઈવી, ટ્યુબરક્યુલોસિસ જેવી બીમારીવાળા લોકો, ઓબેસિટી ધરાવતા લોકો ગંભીર રીતે બીમાર થવાની અથવા મૃત્યુ પામે તેવી શક્યતા વધુ હોય છે. જેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp