કોણ છે ન્યૂયોર્કની આ વિદેશી કૃષ્ણ ભક્ત, જેના ભજન સાંભળવા લોકો દૂર-દૂરથી આવે છે

PC: youtube.com

અમેરિકાના ન્યુયોર્કમાં રહેતી અચ્યુત ગોપી નામની વિદેશી મહિલા હિન્દુ ધર્મમાં માને છે અને આ મહિલા ભગવાન કૃષ્ણની ભક્ત છે. તે ભગવાન કૃષ્ણના ભક્તિ ગીતો એટલા મધુર રીતે ગાય છે કે, લોકો આ મહિલાના ભજનો સાંભળવા દૂર-દૂરથી આવે છે. આટલું જ નહીં આ મહિલાનો પરિવાર પણ ભગવાન કૃષ્ણમાં ખૂબ વિશ્વાસ કરે છે.

 
 
 
View this post on Instagram

A post shared by Acyuta Gopi (@govindagirl_acyutagopi)

જણાવી દઈએ કે, અચ્યુત નામની મહિલા એક આધ્યાત્મિક કન્ટેઇન નિર્માતા અને ગ્રેમી નોમિનેટ આર્ટિસ્ટ છે. અચ્યુતને તેમના ભક્તિ ગીતો માટે તેમને ઘણા પુરસ્કારો પણ મળ્યા છે. તેમણે કહ્યું કે, તેમના જીવનનો હેતુ કીર્તનના માધ્યમથી ભગવાનની ભક્તિમાં લીન થવાનો છે. તેને બાળપણથી જ ભગવાન કૃષ્ણમાં શ્રદ્ધા હતી. ભગવાનની ભક્તિ માટે અચ્યુતને પરિવારે પણ તેને ઘણો સપોર્ટ કર્યો હતો.


આ બાબતે અચ્યુતે કહ્યું, મારા પરિવારના સભ્યો અને શિક્ષકોના આશીર્વાદને કારણે હું આજે અહીં પહોંચી છું. મને આખી દુનિયા ફરવાનો મોકો મળ્યો છે. મને ગાવાનો અને લખવાનો ખૂબ જ શોખ છે.

 
 
 
View this post on Instagram

A post shared by Acyuta Gopi (@govindagirl_acyutagopi)

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મેં મારા જીવનમાં અત્યાર સુધીમાં ભક્તિ ગીત અને ધ્યાન સમાધિની ઘણી કાર્યશાળા આયોજિત કરી છે. હું ઈમાનદારીથી કહું છું કે આનાથી મારું જીવન ખૂબ જ સારું થયું છે. તેના કારણે મને સારું જીવન જીવવાનો મોકો મળ્યો છે. મને નથી લાગતું કે, આનાથી સારુ કોઈ જીવન હોઈ શકે છે.

 
 
 
View this post on Instagram

A post shared by Acyuta Gopi (@govindagirl_acyutagopi)


તેને વધુમાં જણાવ્યું કે, હું હવે મારા પરિવાર સાથે મેં મારા પ્રયાસ NYC સમુદાય પર કેન્દ્રિત કર્યા છે. કીર્તન, લેખન અને ભક્તિ યોગની અવિશ્વસનિય પરિવર્તનકારી પરંપરામાં મારું દિલ લગાવ્યું છે.

આ મહિલાનું એક ઇન્સ્ટાગ્રામ ID પણ છે. તેમાં તેમને કૃષ્ણ ભજન ગાતા ઘણા વીડિયો અને ફોટા પણ અપલોડ કર્યા છે અને તેમને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 27,000 કરતાં પણ વધારે લોકો ફોલો કરી રહ્યા છે. આ ઉપરાંત તેમણે એક પુસ્તક લખ્યું છે અને તેનું નામ પ્રેમ માલા છે. અચ્યુત દ્વારા એક વેબ પેજ પણ બનાવવામાં આવ્યું છે. તેમાં તેમને આધ્યાત્મ સાથે જોડાયેલી ઘણી બધી બાબતો લખી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp