અમદાવાદમાં પેટાચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપે ઉમેદવાર જાહેર કર્યા

PC: youtube.com

રાજ્ય ચૂંટણીપંચ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા નગરપાલીકા, થરા નગરપાલિકા, ભાણવડ નગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજની પેટાચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. 3 ઓક્ટોબરના રોજ આ ચૂંટણી યોજાશે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાની ખાલી પડેલી બેઠકો માટે પેટાચૂંટણીને લઈને અમદાવાદના ચાંદખેડા અને ઇસનપુર વોર્ડના ઉમેદવારોના નામ ભાજપ અને કોંગ્રેસ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે.

અમદાવાદ મહાનગરપાલિકાની ચાંદખેડા વોર્ડની પેટાચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા દિવ્યા રોહિત અને ઇસનપુર વોર્ડમાં થી ભાવેશ દેસાઇના નામ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ બંને ઉમેદવારો આજે ઉમેદવારી ફોર્મ ભરવા માટે જિલ્લા કલેકટર ઓફિસે જશે. તો ભાજપ દ્વારા ઇસનપુર વોર્ડમાંથી મૌલિક પટેલ અને ચાંદખેડા વોર્ડમાંથી રીના પટેલને ટિકીટ આપવામાં આવી છે. ભાજપના ઉમેદવારો પણ આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે જશે. તો બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા પણ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આમ આદમી પાર્ટીએ ચાંદખેડા વોર્ડમાંથી યશવી સુદર્શન નામની મહિલા ઉમેદવારને ટિકિટ આપી છે. યશવી સુદર્શન ફેશન ડિઝાઈનર છે.

મહત્ત્વની વાત છે કે, અમદાવાદની ચાંદખેડા બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રતિભા સકસેનાનો વિજય થયો હતો પરંતુ તેમને એક જ રાજીનામું આપી દેતા આ બેઠક ખાલી પડી હતી. તો બીજી તરફ અમદાવાદના ઇસનપુર બેઠક પર પણ ભાજપના ઉમેદવાર ગૌતમ પટેલની જીત થઈ હતી પરંતુ ગૌતમ પટેલનું અવસાન થયા બાદ આ બેઠક ખાલી થઈ હતી. એટલા માટે ફરી ચાંદખેડા અને ઇસનપુર બેઠક પર પેટાચૂંટણી યોજવામાં આવી છે અને ચૂંટણીની જાહેરાત થતાં જ ચાંદખેડાની ઇસનપુરમાં આચારસંહિતા લાગુ થઈ છે. બીજી તરફ ત્રણેય પક્ષો દ્વારા જીત માટેના તમામ પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને પણ કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટીએ પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. 

તો બીજી તરફ ચૂંટણીની જાહેરાત થતાં જ પક્ષપલતાનો દોર પણ શરૂ થઇ ગયો છે. કોંગ્રેસ અને ભાજપથી નારાજ થયેલા સભ્યો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીનું કદ પણ ગુજરાતમાં દિવસેને દિવસે વધી રહ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp