આ વર્ષે Realme લોન્ચ કરશે 5G ટેકનોલોજીવાળો પોતાનો પહેલો હેન્ડસેટ

PC: etimg.com

ફાસ્ટ નેટવર્ક, સારી કનેક્ટિવિટીની સાથે ફાસ્ટ ડેટા ટ્રાન્સફર આજના સમયની જરૂરિયાત બની ચુક્યા છે. હાલ દરેક યુઝર્સને પોતાના સ્માર્ટફોન, ઘર તેમજ ઓફિસમાં લાગેલા ઈન્ટરનેટથી એવી આશાઓ હોય છે કે તેનું નેટવર્ક ખૂબ જ ઝડપથી કામ કરે. એવામાં કોઈકને નેટવર્કની જરૂર હોય તો તે 5G નેટવર્કની છે. જે ડેટા ટ્રાન્સફર કરવાની સ્પીડને 50 ટકા સુધી વધારી દે છે. એવામાં જો ફાસ્ટ નેટવર્કને લોન્ચ કરવામાં આવે તો તેને માટે કમ્પેટિબલ ડિવાઈઝ પણ જરૂરી છે, જેના પર 5G નેટવર્ક કામ કરે.

તેને ધ્યાનમાં રાખીને Realme ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે, તેની કંપની આ વર્ષ 5G પ્રોડક્ટ્સને સૌથી પહેલા લોન્ચ કરનારા હેન્ડસેટ મેકર્સમાંથી એક હશે.

આના એક મહિના પહેલા સ્માર્ટફોન નિર્માતાએ કહ્યું હતું કે, ભારત અને ચીનમાં નેટવર્ક તૈયાર થયા બાદ તે 5G હેન્ડસેટ્સ લોન્ચ કરશે. કંપનીનો નવીનતમ ફોન Realme X છે, જેમાં સ્નેપડ્રેગન 710 ચિપસેટ, 8GB રેમ અને 48 મેગાપિક્સલ કેમેરા અને 5 મેગાપિક્સના ડેપ્થ સેન્સરની સાથે ડ્યૂઅલ કેમેરા સેટઅપ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp