Samsungએ આર્મી માટે બનાવ્યો ખાસ સ્માર્ટફોન, જાણો તેની ખાસિયત

PC: gsmarena.com

Samsungએ પોતાના પોપ્યુલર સ્માર્ટફોન Samsung Galaxy S20નું એક ખાસ વર્ઝન રજૂ કર્યું છે. આ વર્ઝનને ખાસ કરીને અમેરિકન આર્મી માટે તૈયાર કરવામાં આવ્યું છે. કંપનીએ તેને Galaxy S20 Tactical Edition નામ આપ્યું છે. ફોનમાં ઘણા ફીચર્સ એવા આપવામાં આવ્યા છે, જેનો ફીલ્ડમાં કામ કરનારા સૈનિક મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ઉપયોગ કરી શકે છે. કંપનીનું કહેવું છે કે, Samsung Galaxy S20 Tactical Editionમાં હાઈલી-કસ્ટમાઈઝ્ડ સોફ્ટવેર આપવામાં આવ્યું છે. આ ફોનમાં આપવામાં આવેલા ફીચર્સને એ રીતે તૈયાર કરવામાં આવ્યા છે, જે ઓપરેટર્સને જટિલ વિસ્તારોમાં નેવિગેટ કરવા અને કમાન્ડ યૂનિટ સાથે સંપર્ક કરવામાં મદદ કરે છે.

ફોનના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો તેમાં 6.2 ઈંચની ડાયનામિક એમોલેડ QHD+ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનો રિફ્રેશ રેટ 120Hzનો છે. ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર, 12GBની રેમ 128GBનું ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. રિયર કેમેરામાં 12 મેગાપિક્સલનો પ્રાયમરી લેન્સ, 64 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ અને 12 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ એંગલ લેન્સ આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે તેમાં 10 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો મળે છે. ફોનમાં 4000mAhની બેટરી આપવામાં આવી છે, જે વાયર અને વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

કસ્ટમ સોફ્ટવેરની વાત કરીએ તો તેમાં ATAK, APASS, KILSWITCH અને BATDOK જેવા મલ્ટીપલ મિશન એપ્લિકેશન સપોર્ટ મળે છે. આ ઉપરાંત, ફોનમાં આપવામાં આવેલા Samsung Dex સોફ્ટવેર દ્વારા ફોનને મોનિટર સાથે કનેક્ટ કરી શકાય છે અને મિશન રિપોર્ટ, ટ્રેનિંગ અને મિશન પ્લાનને કમ્પ્લીટ કરી શકાય છે. આ ફોનમાં નાઈટ-વિઝન મોડ આપવામાં આવ્યો છે, જે યુઝર્સને નાઈટ-વિઝન આઈવેર પહેરવા પર ડિસ્પ્લે ઓન અથવા ઓફ કરવાની સુવિધા આપે છે. તેમાં એક સ્ટેલ્થ મોડ પણ આપવામાં આવ્યો છે, જે ફોનના LTEને ડિસેબલ કરીને તમામ રેડિયો ફ્રિક્વન્સી બ્રોડકાસ્ટિંગને મ્યૂટ કરી દે છે. Samsungએ ફોનને એ રીતે ડિઝાઈન કર્યો છે કે, ચેસ્ટ પર લગાવવા પર તે અનલોક જ રહે છે. ફોનનું વેચાણ ત્રીજા ત્રિમાસિકમાં કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp