ગુજરાતના આ શહેરમાં ઉડતી કાર બનાવવાનો પ્લાન્ટ આવી શકે છે

PC: khabarchhe.com

અત્યાર સુધી ઉડતી કારમાં બેસવાના લોકોએ સપના જોયા હશે અને મોટા ભાગે હિન્દી કે, ઈંગ્લીશ ફિલ્મોમાં ઉડતી કારના દૃશ્યો જોવા મળતા હોય છે, પણ અમે તમને કહીએ કે, હવે તમારું ઉડતી કારમાં બેસવાનું સપનું સાકાર થવા જઈ રહ્યુ છે અને તમને એવું જણાવીએ કે, ઉડતી કારનું નિર્માણ ગુજરાતના સુરતમાં થઇ શકે છે. તો શું તમે આ વાત પર વિશ્વાસ કરશો. પણ આ હકીકત છે, ઉડતી કારનું નિર્માણ સુરતમાં થઇ શકે છે કારણ કે, થોડા દિવસો પહેલા ભારતમાં ડચના દૂતાવાસના અધિકારીઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી.

આ મુલાકાત પછી ડચ કંપની પાલ-5ના સહસંસ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી રૉબર્ટ ડિંજેમેંસે એશિયામાં પોતાની કંપનીના પ્લાન્ટની સ્થાપના માટે દેશના અલગ અલગ રાજ્યોમાં જગ્યા જોયા પછી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની સાથે એક બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ડચ કંપનીને પ્લાન્ટ શરૂ કરવા માટે જમીન, પાણી, વીજળીની સાથે સાથે ઈન્સેંટિવ આપવાની અને અન્ય સુવિધાઓ આપવાનો ભરોષો આપ્યો છે.

આ ઉડતી કારની વાત કરવામાં આવે તો કારનું વજન માત્ર 910 કિલોગ્રામ હશે, કારની સ્પીડ હવામાં 190 કિલોમીટર પ્રતિ કલાકની અને રસ્તા પર 160 કિલોમીટર પ્રતિ કલાકની હશે. વધુમાં વધુ બે વ્યક્તિઓ આ કારમાં બેસીને સફર કરી શકાશે. આ ઉડતી કારના માર્કેટ બાબતે કંપનીનું એવું કહેવું છે કે, વર્ષ 2040 સુધીમાં ઉડતી કારનું બજાર દોઢ ટ્રીલીયન ડોલર સુધી પહોંચી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp