બીજી ટેસ્ટ પહેલા પૂજારાએ આ જોડીને ન તોડવાની રોહિતને સલાહ આપી
ભારતના મહાન અનુભવી ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ ઓસ્ટ્રેલિયા સામે રમાનારી ડે-નાઈટ ટેસ્ટ માટે રોહિત શર્મા માટે નવો બેટિંગ ઓર્ડર સૂચવ્યો છે. પૂજારાનું કહેવું છે કે, રોહિતને બેટિંગમાં ઓપનિંગ કરવા ન મોકલવો જોઈએ. તેણે કહ્યું કે, યશસ્વી જયસ્વાલની સાથે KL રાહુલને બીજી ટેસ્ટમાં પણ ઓપનિંગ બેટ્સમેન તરીકે મોકલવો જોઈએ. અહીં તમને જણાવી દઈએ કે, ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો 6 ડિસેમ્બરથી બીજી ટેસ્ટમાં આમને-સામને થશે.
ભારતના અનુભવી ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ રોહિત શર્માને ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મેચમાં ત્રીજા નંબરે બેટિંગ કરવાની સલાહ આપી છે. રોહિત શર્મા પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં રમી શક્યો હતો. ભારતે પ્રથમ ટેસ્ટ મેચમાં KL રાહુલને યશસ્વી જયસ્વાલનો ઓપનિંગ પાર્ટનર બનાવ્યો હતો. યશસ્વીએ બીજા દાવમાં સદી ફટકારી હતી, જ્યારે KL રાહુલે અડધી સદી ફટકારી હતી. પુજારાનું કહેવું છે કે, એડિલેડમાં રમાનારી ડે-નાઈટ ટેસ્ટ મેચમાં પણ KL રાહુલને જયસ્વાલની સાથે ઓપનિંગ કરવા મોકલવો જોઈએ.
રોહિત શર્માની ગેરહાજરીમાં રાહુલે પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં મિડલ ઓર્ડરને બદલે ટોપ ઓર્ડર પર બેટિંગ કરી હતી. ઓસ્ટ્રેલિયાના છેલ્લા બે પ્રવાસમાં ભારતીય બેટિંગની કરોડરજ્જુ બનેલા પૂજારાનું માનવું છે કે, પ્રથમ ટેસ્ટમાં 295 રનની જીત પછી ઓપનિંગ જોડીમાં કોઈ ફેરફાર નહીં થવો જોઈએ. જયસ્વાલે પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારી હતી, જ્યારે KL રાહુલે 26 અને 77 રનની ઇનિંગ્સ રમી હતી.
પૂજારાએ એક સ્પોર્ટ્સ ચેનલને કહ્યું હતું કે, 'મને લાગે છે કે બેટિંગ ક્રમમાં કોઈ ફેરફાર નહીં થવો જોઈએ. KL રાહુલ અને યશસ્વી ઇનિંગની શરૂઆત કરે અને રોહિત ત્રીજા અને શુભમન પાંચમા ક્રમે આવે. જો રોહિત ઇનિંગ્સની શરૂઆત કરવા માંગતા હોય, તો KL રાહુલ ત્રીજા નંબર પર આવવો જોઈએ. પરંતુ તેનાથી નીચે નહીં. મને લાગે છે કે, તેણે ટોપ ઓર્ડરમાં જ પ્રવેશ કરવો જોઈએ, કારણ કે તે તેની રમતની શૈલીને અનુરૂપ થાય છે.
અંગૂઠાના ફ્રેક્ચરને કારણે પ્રથમ ટેસ્ટમાંથી બહાર રહેલો ગિલ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાનાર ડે-નાઈટ ટેસ્ટ રમશે. પૂજારાએ કહ્યું, 'ગિલને પાંચમા નંબર પર આવવું જોઈએ, કારણ કે તે તેને સમય આપશે. જો બે વિકેટ ઝડપથી પડી જાય તો પણ તે નવા બોલને સારી રીતે રમી શકે છે. આ પછી તે 25મી કે 30મી ઓવરમાં પોતાના શોટ્સ રમી શકે છે. જો ત્રણ વિકેટ ઝડપથી પડી જાય તો તે આવી શકે છે અને રીષભ પંત જૂના બોલ માટે તૈયાર છે જ. રીષભ પંતને નવો બોલ નહીં રમવો પડે.' ભારતીય ટીમ 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0થી આગળ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp