હરભજન સિંહે રાજનીતિમાં પ્રવેશ કરવા અંગે આપ્યો આવો જવાબ

PC: livehindustan.com

ક્રિકેટર હરભજન સિંહ લોકસભાની ચૂંટણના સાતમાં અને અંતિમ તબક્કામાં રવિવારે પંજાબના શહેર જલંધરમાં સૌથી પહેલા મતદાન કરનાર મતદારોમા સામેલ થયો હતો. હરભજનસિંહ  દ્વારા મતદારોને મતદાનનો ઉપયોગ કરવાની અપીલ પણ કરવામાં આવી  હતી.

આ દરમિયાન તેમણે મીડિયાને સ્પષ્ટતા કરી હતી કે રાજનીતિમાં આવવાની તેમની કોઈ યોજના નથી. તેમણે કહ્યું, રાજનીતિમાં પહેલેથી જ ખૂબ અનુભવી લોકો છે. તેથી મારી કોઈ યોજના નથી.પહેલાં એવાં અહેવાલો હતા કે ભારતીય જનતા પાર્ટીએ અમૃતસર લોકસભા લડવા માટે હરભજનસિંહનો સંપર્ક કર્યો હતો. લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં પંજાબની બધી 13 લોકસભાની બેઠકો અને તેની રાજધાની ચંડીગઢની એકમાત્ર બેઠક પર રવિવારે સુરક્ષા વચ્ચે મતદાન થઇ રહ્યું છે.

પંજાબની 13 લોકસભા બેઠકો પર ચૂંટણી માટે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રવિવારે સવારે સાત વાગ્યે મતદાન શરૂ થયું જે સાંજે છ વાગ્યે ચાલશે. રાજ્યના 2 કરોડથી વધુ મતદારો કુલ 278 ઉમેદવારોની રાજકીય ભવિષ્ય નક્કી કરશે. રાજ્યમાં મતદાન શાંતિપૂર્ણ, સ્વતંત્ર અને નિષ્પક્ષ બનાવવા માટે સુરક્ષાના ચુસ્ત ગોઠવણ કરવામાં આવી છે. રાજ્યમાં 23123 મતદાન કેન્દ્ર સ્થાપિત છે. આ વખતે ત્રણ લાખ નવા મતદારો મતદાનનો ઉપયોગ કરી રહ્યાં છે.

લગભગ બે મહિના સુધી ચાલેલું પ્રચાર અભિયાન શુક્રવારના સાંજે સમાપ્ત થઈ ગયું. આ વખતે ચૂંટણીમાં પ્રથમવાર સૌથી વધુ રોડ શો જોવા મળ્યાં. બધા દળોએ મતદારોને પોતાના તરફ આકર્ષવા માટે રોડ શો, જનસભાઓ, રેલીઓ યોજી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp