VIDEO: સાનિયાનો પતિ થયો એવી રીતે આઉટ કે લોકોએ પૂછ્યું-ટેનિસ રમી રહ્યો હતો કે શું

PC: englandcricket

ભારતની સ્ટાર ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાના પતિ અને પાકિસ્તાન ક્રિકેટ ટીમનો ખેલાડી શોએબ મલિક હાલમાં ઇંગ્લેન્ડ સામેની મેચમાં એવી રીતે આઉટ થયો હતો કે, લોકોએ સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરી દીધો હતો. ઇંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ વન-ડે મેચોની સીરિઝની ચોથી મેચમાં પાકિસ્તાનની હારથી ટીમને મોટો ઝટકો લાગ્યો હતો. પરંતુ આ મેચમાં ચર્ચાનું કેન્દ્ર પાકિસ્તાની ખેલાડી શોએબ મલિક રહ્યો હતો, જે હીટવિકેટ આઉટ થયો હતો.

શોએબ મલિકનો વીડિયો ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે શેર કર્યો હતો, જેમાં તેણે પોતે જ પોતાનું બેટ સ્ટમ્પ્સને મારી દીધું હતું. પહેલા તો એવું લાગ્યું હતું કે, શોએબ મલિક ક્લીન બોલ્ડ થયો છે, પરંતુ રિપ્લે જોતા ખબર પડી હતી કે, મલિક એટલો પાછળ ચાલ્યો ગયો હતો કે, તેણે બેટ ઘૂમાવતા તેનું બેટ સ્ટમ્પ્સને લાગી ગયું હતું.

શોએબ મલિકના આ વીડિયો બાદ,  સોશિયલ મીડિયા પર તેને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યો હતો. તેના વિશે લોકોએ ટીકા કરી હતી, તેનો મજાક ઉડાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp