કોહલીથી અલગ કેમ છે રોહિત, જાણો શું છે આ સ્ટાર બેટ્સમેનની ખાસિયતો

PC: indiatoday.in

વિરાટ કોહલીના T20 ક્રિકેટ ટીમની કેપ્ટનશિપ છોડ્યા બાદ ભારતીય ટીમની T20 ફોર્મેટનો આગામી કેપ્ટન કોણ હશે? તેને લઈને અનુમાન લગાવવાની શરૂઆત થઈ ગઈ છે. જોકે આ બાબતે રોહિત શર્માનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. એક કેપ્ટન તરીકે વિરાટ કોહલીના ખાતામાં T20 ક્રિકેટમાં મોટી ટાઈટલી ઉપલબ્ધીઓ નથી તો રોહિત શર્મા તેનાથી આ બાબતે ઘણો આગળ છે. T20 ઇન્ટરનેશનલ ક્રિકેટની વાત કરવામાં આવે તો વિરાટ કોહલીએ અત્યાર સુધી 45 મેચમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ કરી છે અને તેમાં 27 મેચમાં જીત અપાવી છે.

વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમને 25 મેચમાં જીત મળી છે તો 14 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે જ્યારે બે મેચ ટાઈ થઈ અને એટલી જ મેચોનું પરિણામ ન આવ્યું. આ રીતે તેની આગેવાનીમાં ભારતીય ટીમની જીતની એવરેજ 65.11 ટકા છે. જ્યારે સ્ટાર બેટ્સમેનની વાત કરીએ તો તેણે 19 મેચમાં ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટનશિપ કરી છે. તેની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે 19 મેચમાંથી 15 મેચમાં જીત મેળવી છે. આ રીતે તેની જીતની એવરેજ 78.94 ટકા છે.

વિરાટ કોહલીએ ટીમ માટે ઘણા મોટા કારનામાં કર્યા છે પરંતુ મોટી ટાઈટલી મેચમાં જીત અપાવી શક્યો નથી. વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમને નંબર વન બનાવી. વિરાટ કોહલીની આગેવાનીમાં જ ટીમમાં ઘણા ફાસ્ટ બોલર તૈયાર થયા. ચેમ્પિયન્સ ટ્રૉફીની ફાઇનલ સુધી ભારતીય ટીમને પહોંચાડી. વર્ષ 2019ના વર્લ્ડ કપમાં ટીમ સેમિફાઇનલ સુધી પહોંચી. જોકે તેના પર એ દબાવ હતો કે તેની આગેવાનીમાં ભારતીય ટીમ ICCની એક પણ ટ્રોફી જીતી શકી નથી.

અહીં સુધી કે ટાઈટલી જીતની વાત કરીએ તો રોહિત શર્મા આ બાબતે વિરાટ કોહલીથી સારો સાબિત થયો છે. રોહિત શર્મા પોતાની કેપ્ટનશિપમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રેકોર્ડ પાંચ વખતે મુંબઈ ઈન્ડિયન્સ (MI)ને ટાઇટલ જીતાડી ચૂક્યો છે જે એક રેકોર્ડ છે. હાલમાં તે મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન છે. IPL 2021મા અત્યાર સુધી રમાયેલી મેચોમાં પણ મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં ટોપ-4મા છે. તેણે 7 મેચમાંથી 4 મેચમાં જીતમેળવી છે અને 8 પોઈન્ટ સાથે ચોથા નંબરે છે.

રોહિત શર્માની કેપ્ટનશીપમાં મુંબઈ ઈન્ડિયન્સે વર્ષ 2013, 2015, 2017, 2019 અને વર્ષ 2020મા IPL ટાઇટલ પોતાના નામે કર્યું. સાથે જ તેની કેપ્ટનશિપમાં વર્ષ 2013મા ચેમ્પિયન્સ લીગ T20 ટાઇટલ પણ જીત્યું. તો વિરાટ કોહલીએ અત્યાર સુધીની સીઝનમાં એક પણ ટાઇટલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ને અપાવી શક્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp