ચીનના રાષ્ટ્રપ્રમુખ જિનપિંગ જેવો લાગે છે આ ગાયક, ચીને મૂકી દીધો પ્રતિબંધ

PC: ntoday.in

જાણીતા ઓપેરા સિંગર પર ચીને પ્રતિબંધ મૂકી દીધો છે. કારણ કે તેઓ ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિંનપિંગ જેવા દેખાતા હતા. એમને ઓનલાઈન સેંસર કરી દેવાયા છે. ચીન પર આક્ષેપ લાગતો હતો કે, તેઓ જિનપિંગની છબીને કાયમ રાખવા માટે એક હદથી વધારે કડક વલણ અપનાવતો હતા. આ પહેલા ચીનમાં કાલ્પનિક પાત્ર વિની દ પહું ઉપર પણ પ્રતિબંધ મૂકી દેવાયો હતો. કારણ કે ઈન્ટરનેટ પર જિનપિંગની તુલના એની સાથે કરવામાં આવતી હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર 63 વર્ષના લિઉ કેકિંગ ટિકટોક જેવી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Douyin પર એક્ટિવ હતા. તેના આ એકાઉન્ટ અનેક વખત બ્લોક કરી દેવામાં આવ્યું છે. કારણ કે તેઓ જિનપિંગના લુક્સનું ઉલંધન કરે છે. જેને બીજા શબ્દોમાં ઈમેજ વાયોલેશન કહેવાય છે. કેકિંગ બર્લિનમાં રહે છે અને Douyin પર એના 41,000 ફોલોઅર્સ છે. આ પ્લેટફોર્મ પર તે સિંગિંગ ટ્યુટોરિયલ શેર કરે છે. એનો અને જિનપિંગનો ચહેરો મળતો આવે છે. રેડિયો ફ્રી ઈન્ટરનેશનલના જણાવ્યા અનુસાર તા.10 મેના રોજ કેકિંગે એક વીડિયો અપલોડ કર્યો હતો. જેમાં તેમણે કહ્યું કે, ઈમેજ વાયોલેશનને કારણે એનું એકાઉન્ટ બ્લોક કરી દેવાયું. આવું એટલા માટે કરવામાં આવ્યું કારણ કે, એના પ્રોફાઈલ પિક્ચર્સથી ઈમેજ વાયોલેશન થતું હતું.

ગાયકે કહ્યું કે, મેં મારી ઓળખ સંબંધીત પુરાવાઓ આપ્યા છે અને હવે એપ્રુવલ મળે એની રાહ જોઈ રહ્યો છું. ગાયકે ઉમેર્યું કે, ત્રીજી વખત એવું બન્યું છે કે, એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. આ ક્લિપ ડીલીટ કરી દેવામાં આવી હતી. પછી બીજું એક એકાઉન્ટ બનાવ્યું પણ એને પણ ડીલીટ કરી દેવામાં આવ્યું છે. હાલ તે સોશિયલ મીડિયામાં એક્ટિવ છે પણ અનેક એવી કોમેન્ટ બ્લોક કરી દેવામાં આવી છે. આ ગાયક પર એવો આરોપ મૂકાયો છે કે, તે ચીનના રાષ્ટ્રપ્રમુખના ચહેરનો ઉપયોગ કરી બીજા ફાયદાઓ ઊઠાવે છે. રાષ્ટ્રપતિની પ્રતિષ્ઠા બચાવવા માટે ચીન તરફથી અનેક લોકોને ટિકાનો સામનો કરવો પડ્યો છે. ચીનની સરકારને આનાથી કોઈ ફેર પડતો નથી. ગાયક ચીનની સરકાર પાસે પુરાવાઓ રજૂ કરી ચૂક્યા છે. આ પહેલા એક ફૂડ વેન્ડરનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. એનો ચહેરો પણ જિનપિંગને મળતો આવતો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp