સુરતમાં દશેરાની ઉજવણી કરવા માટે રાવણનું મહાકાય પૂતળું બનાવાયું, જુઓ વીડિયો

હાલ નવરાત્રિની રંગત જામી છે. હવે નવરાત્રિ પૂરી થવાના આરે છે. આથી નવરાત્રિના અંતિમ દિવસ દશેરાની ઉજવણી કરવા માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. દશેરાના દિવસે રાવણ દહન કરવા માટે સુરતમાં 65 ફૂટ જેટલું ઊંચું રાવણનું પૂતળું તૈયાર કરવામાં આવ્યું છે. સુરતના સિટીલાઇટ સ્થિત રામલીલા મંડળી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દશેરાના પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવશે. આ માટે રામલીલા મંડળી દ્વારા 65 ફૂટ જેટલું ઊંચું રાવણનું પૂતળું ઓર્ડર આપીને બનાવવામાં આવ્યું છે. આ રાવણનું પૂતળું હિન્દુ અને મુસ્લિમ યુવકોએ સાથે મળીને બનાવ્યું છે. વિશાળ રાવણનું પૂતળું તૈયાર કરનાર મોહમ્મદ શેખ દ્વારા આ બાબતે જણાવવામાં આવ્યું હતું કે, તે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે કોઈ ભેદ રાખતો નથી.

રાવણનું વિશાળ પૂતળું તૈયાર કરનારા કારીગરોએ ચાલીસ દિવસનો સમય લીધો હતો. મોહમ્મદ શેખ વર્ષોથી ઓર્ડર પ્રમાણે રાવણના પૂતળા તૈયાર કરે છે. મોહમ્મદ શેખના મતે મઝહબનો ભેદભાવ રાખવો તે યોગ્ય માનવામાં આવતું નથી. જેથી કોઈ પણ ભેદભાવ રાખ્યા વિના વર્ષોથી મુસ્લિમ હોવા છતાં મોહમ્મદ શેખ રાવણના પૂતળા તૈયાર કરતા આવ્યા છે. હાલ રાવણના પૂતળાનું મોટાભાગનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે અને તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp