નિર્ભયાના બળાત્કારીઓને 22 નહીં આ તારીખે થશે ફાંસી, કોર્ટે ડેથ વોરન્ટ ઇશ્યૂ કર્યુ

PC: sirfnews.com

2012ના નિર્ભયા ગેંગરેપ કેસમાં બળાત્કારીઓની ફાંસીની નવી તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે. પટિયાલા હાઉસ કોર્ટે દોષિતો માટે નવો ડેથ વોરંટ જાહેર કર્યો છે. દોષિતોને 1 ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગ્યે ફાંસી આપવામાં આવશે. નવા ડેથ વોરંટ અનુસાર, 22 જાન્યુઆરીના બદલે 4 દોષિતોને 1 ફેબ્રુઆરીએ સવારે ફાંસી આપવામાં આવશે.

આજે રાષ્ટ્રપતિએ દોષી મુકેશની દયા અરજી ફગાવી હતી...

નિર્ભયા ગેંગરેપ દોષી મુકેશની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી દીધી છે. નિર્ભયા ગેંગરેપ અને હત્યાના દોષી મુકેશની દયા અરજી ગૃહમંત્રાલયે રાષ્ટ્રપતિને મોકલી આપી હતી. આ પહેલા દોષી વિનય શર્માએ પણ દયા અરજી રાષ્ટ્રપતિની પાસે મોકલી હતી, પણ બાદમાં એ કહીને પાછી ખેંચી લેવામાં આવી હતી કે, અરજી વિનયની મંજૂરી વિના દાખલ કરવામાં આવી છે. વધુ એક દોષી મુકેશની દયા અરજી મંત્રાલયે ગુરુવારે રાષ્ટ્રપતિને મોકલી છે.

નિર્ભયાના દોષિતોને 22 જાન્યુઆરીના રોજ થનારી ફાંસી પર દિલ્હીની એક અદાલતે રોક લગાવી દીધી. કારણ કે દયા અરજી પર કોઈ પણ ચૂકાદો નહિ આવવા પર દોષિતોની ફાંસી પર રોક લગાવી દેવામાં આવી છે.

આ મામલે હવે નિર્ભયાના પિતાએ તેમનું મૌન તોડ્યું છે. તેમણે કહ્યું કે, દિલ્હી સરકાર ત્યાં સુધી સૂતી રહી જ્યાં સુધી અમે આગળ નહિ વધ્યા. શા માટે દિલ્હી સરકારે જેલ તંત્રને પહેલા નહિ કહ્યું કે ફાંસી માટે નોટિસ જાહેર કરે. ત્યાં સુધી તેમણે જેલ તંત્રને કશુ નહિ કહ્યું. જો ચૂંટણી પહેલા કોઈ નિર્ણય નહિ આવે તો તેના જવાબદાર અરવિંદ કેજરીવાલ રહેશે. નિર્ભયાના પિતાએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલે સત્તામાં આવવા માટે આ કેસનો ઉપયોગ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp