નંબર વગરની કારમાં બેસીને સબ ઈન્સ્પેક્ટર કરતો મહિલાની છેડતી, આવી હતી પાપલીલા

PC: DNA india

માત્ર રાજ્યમાં જ નહીં પણ દેશમાં પણ ખાખીને લાંછન લાગે એવી ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે. દિલ્હી પોલીસે રસ્તેથી પસાર થતી મહિલાઓની છેડતીના મામલે એક સબઈન્સ્પેક્ટરની ધરપકડ કરતા સમગ્ર પોલીસ બેડામાં ચર્ચા થવા પામી છે. આ આરોપી નંબર વગરની કારમાં બેસીને રસ્તે જતી મહિલાઓની છેડતી કરતો અને અશ્લીલ કોમેન્ટ કરતો હતો. જો કોઈ વિરોધ થાય તો તે ત્યાંથી ભાગી જતો હતો.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસથી દિલ્હીના એક વિસ્તારમાં મહિલાઓની છેડતીની ફરિયાદ મળી રહી હતી. નંબર વગરની કારમાં બેઠેલો એક યુવાન મહિલા સાથે અશ્લીલ હરકત કરી ત્યાંથી ભાગી જતો. જે ફરિયાદ અનુસાર દ્વારકા વિસ્તારમાં પોલીસ સ્ટાફ વધારી દેવામાં આવ્યો. એક ટીમને એલર્ટ કરી દેવામાં આવી. ચોક્કસ બાતમીના આધારે મહિલાઓ સાથે છેડતી કરતા આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. આ સાથે એની નંબર વગરની કાર પણ પોલીસે જપ્ત કરી લીધી છે. આ વ્યક્તિનું નામ પુનિત ગ્રેવાલ છએ. જે દિલ્હી પોલીસ ખાતામાં સબ ઈન્સ્પેક્ટર છે. જે હાલના દિવસોમાં દિલ્હી ટ્રાફિક પોલીસના DCPના પીએ તરીકે કામ કરતો હતો. આ વ્યક્તિ અગાઉ પણ એક કેસને લઈને સેલમાં રહી ચૂક્યો છે. ચોકીના ઈન્ચાર્જનો કાર્યભાર પણ સંભાળી ચૂક્યો છે. પ્રાથમિક તપાસમાંથી જાણવા મળ્યું હતું કે, એ થોડો રંગીલા મિજાજનો છે. પોલીસે એની સામે IPCકલમ 354 ડી, 354 અંતર્ગત ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

 

દિલ્હીમાં આવેલા દ્વારકા વિસ્તારમાંથી તેણે ચાર અલગ અલગ યુવતીની છેડતી કરકી હતી. જેના આરોપસર પોલીસે એને પકડી લીધો છે. ચાર જુદી જુદી મહિલાએ આ વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં અલગ અલગ વિસ્તારમાંથી છેડતી થઈ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ માહિતી મળતા જ પોલીસે દ્વારકા વિસ્તારના બીજા કેટલાક પોઈન્ટ પર વૉચ વધારી દીધી હતી. યુવતી જ્યારે તા.17ના રોજ દ્વારકા પાસે આવેલા દશેરા મેદાન વિસ્તારમાં સાયકલ ચલાવી રહી હતી ત્યારે ગ્રે કલરની કારમાં આ શખ્સ જોવા મળ્યો હતો. સરનામું પૂછવાના બહાને તે યુવતીઓ સાથે વાત કરતો અને પછી ચેનચાળા શરૂ કરતો હતો. પોલીસે જણાવ્યું હતું કે, એ શખ્સ પરણીત છે અને તેની એના ઘરેથી ધરપકડ કરી લેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp