ટ્રેનમાં ચોરી કરવાની આવી નવી રીત, તમે ચેતી જજો

PC: worldatlas.com

ટ્રેનમાં ચોરી કરવાની અનેક તરકીબ ચોરો અજવામતા હોય છે તેમાં મુસાફરો સાથે દલીલબાજી કરીને સામાન તફડંચી કરી જવાની એક નવી તરકીબ સામે આવી છે.તમારી રિર્ઝવ સીટ પર બેસીને આ ચોરો તમારી સાથે ખોટો ઝઘડો ઉભો કરશે એટલાંમાં મુસાફરોનું ધ્યાન ભટકાવીને ગઠીયાઓ માલસામાન લઇને રફુચક્કર થઇ જાય છે.એટલે મુસાફરો ધ્યાન આપે કે કોઇ ઝઘડાનો લાભ ઉઠાવી ન જાય.કારણ કે માનવ સહજ સ્વભાવ છે કે કોઇ ઝઘડો ચાલતો હોય તો લોકોનું ધ્યાન ત્યાં જતું જ હોય છે એ વાતને ગઠીયાઓ સારી રીતે જાણતા હોય છે.

મુસાફરોની આંખ ખોલનારી એક ઘટનાની વિગત એવી છે કે અમેઠીમાં રહેતા વીર વિક્રમ તેમની બહેન સ્નેહલતા સાથે્ આનંદ વિહાર સ્ટેશન પહોંચ્યા હતા.સદભાવના ટ્રેનમાં તેમનું રિર્ઝવેશન હતું. ટ્રેનમાં સામાન ગોઠવીને વીર વિક્રમ પોતાની સીટ પર બેસવા ગયા તો અન્ય વ્યકિત ત્યાં બેઠો હતો. આ બાબતે ઝઘડો શરૂ થયો એટલામાં અન્ય ગઠીયો વીર વિક્રમની બેગ ફઠાવીને ફરાર થઇ ગયો હતો જેમાં સોનાની ચેન. ડાયમંડ રિંગ, રોકડા અને મહત્ત્વના દસ્તાવેજ હતા. વીર વિક્રમને ખબર પડી કે બેગ ગાયબ થઇ ગઇ છે એટલી વાર તો ટ્રેન ઉપડી ચુકી હતી.વીર વિક્રમે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp