રાજકોટમાં પતિ-પત્નીની હત્યા કરનારા કોન્સ્ટેબલને કોર્ટે 25 વર્ષની સજા ફટકારી

PC: zeenews.com

વર્ષ 2014ના ડબલ મર્ડર કેસમાં દોષી કોન્સ્ટેબલને રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા 25 વર્ષની સજા ફટકારવામાં આવી છે. કોન્સ્ટેબલને તેના ઘરની બાજુમાં રહેતા એક પતિ-પત્ની સાથે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. આ ઝઘડામાં રોષે ભરાયેલા પાડોશીએ પતિ-પત્નીને રહેંસી નાખ્યા હતા. સમગ્ર ઘટનાને પગલે પોલીસ કોન્સ્ટેબલ સામે હત્યાનો ગુનો દાખલ કરીને તેને જેલમાં ધકેલી દીધો હતો ત્યારબાદ કેસ સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો હતો. કોર્ટમાં આરોપી સામે હત્યાનો ગુનો પુરવાર થતા કોર્ટ દ્વારા તેને 25 વર્ષની સજા ફટકારવામાં આવી છે.

રિપોર્ટ અનુસાર રાજકોટના બજરંગવાડી વિસ્તારમાં આવેલા પુનિતનગરમાં પરિવારની સાથે રહેતા ભુપત તેરૈયા અને તેમની પત્ની ગુણવંતીબેન તેરૈયાની તેની બાજુમાં રહેતા પોલીસ કોન્સ્ટેબલે 7 એપ્રિલ 2014ના રોજ હત્યા કરી દીધી હતી. નજીવી બાબતે કોન્સ્ટેબલે બંને પતિ પત્નીને રહેંસી નાખ્યા હતા. ભુપત તેરૈયાને ગુણવંતીબેન તેના ઘરની બાજુમાં રહેતા કમલેશ મહેતા નામના પોલીસ કોન્સ્ટેબલ સાથે ઘરની નજીક ઓટલા પર બેસવા બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં ઉગ્ર બનેલા કોન્સ્ટેબલ કમલેશ મહેતાએ ભુપત તેરૈયા અને તેની પત્નીની ચાલુ નોકરી દરમિયાન હત્યા કરી નાખી હતી. ઘટનાની જાણ આસપાસના લોકોને થતા તેઓએ તાત્કાલિક રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારીઓએ આ બાબતે માહિતી આપી હતી. તેથી પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને પોલીસે પતિ પત્નીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ કરે તેને પકડવાની તજવીજ શરૂ કરી હતી.

સમગ્ર ઘટનાને પગલે પોલીસે સાંજના 7 વાગ્યે બનેલા બનાવ બાદ રાત્રે 3 વાગ્યે કોન્સ્ટેબલ કમલેશની ધરપકડ કરી હતી.  ધરપકડ કર્યા બાદ પોલીસે કોન્સ્ટેબલની લોહીવાળી વર્ધી કબજે કરી હતી અને હત્યાના ગુના અંજામ આપ્યા બાદ આરોપી હત્યામાં વપરાયેલી છરીને એરપોર્ટની દીવાલ નજીક દાટી આવ્યો હતો. જેથી પોલીસે પણ જે તે જગ્યા પર જઈને દાટી દીધેલી છરી કબજે કરી હતી. કોન્સ્ટેબલને પકડી સેન્ટ્રલ જેલમાં ધકેલી દીધો હતો ત્યારબાદ પોલીસ કાર્યવાહી બાદ સમગ્ર મામલો કોર્ટમાં ગયો હતો. કોર્ટમાં સેશન્સ જજ દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ડબલ મર્ડર કેસમાં પકડાયેલા કોન્સ્ટેબલ કમલેશ મહેતાને 25 વર્ષ જેલની સજા ફટકારવામાં આવી છે. મળતી માહિતી અનુસાર પોલીસ કોન્સ્ટેબલ રાજકોટના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp