‘મરવા જઈ રહી છું, પતિ મારા મોત માટે જવાબદાર’ લખીને તળાવમાં કૂદી મહિલા

PC: aajtak.in

ઉત્તર પ્રદેશના બાંદામાં પતિ અને સાસરિયા દ્વારા કરવામાં આવતી હેરાનગતિથી કંટાળીને મહિલાએ નવાબ ટેંક (તળાવ)માં કૂદી પડી. ઘાટમાં મળેલા કપડા અને સ્યૂસાઇડ નોટથી પરિવારને અને પોલીસને ઘટનાની માહિતી મળી હતી. ડાઈવર્સની મદદથી મહિલાને શોધવામાં આવી રહ્યુ છે, પણ અત્યાર સુધી તેની કોઈ પણ માહિતી મળી નથી. મામલો શહેરના અર્તરા ચુંગી વિસ્તારનો છે.

પિયર પક્ષના લોકોએ સાસરિયા દ્વારા હેરાનગતિ થવાનો આરોપ લગાવ્યો છે. મહિલાના સંબંધી ઉમેશે જણાવ્યું કે, ‘મહિલાનો પતિ અને સાસરિયાના લોકો તેની સાથે મારપીટ કરતા હતા અને ટોર્ચર પણ કરતા હતા, દરરોજ સમાધાન થતું હતું. શનિવારે જ રાતે 10 કલાકે મારી તેની સાથે વાત થઇ હતી, ત્યાર બાદ તેને મોબાઈલ તોડી નાંખ્યો, સવારે અમને માહિતી મળી કે, તે નવાબ ટેંક ગઈ છે, ત્યારે અમે બધા પણ ત્યાં પહોંચ્યા તો જોયું કે, ત્યાં સ્યૂસાઇડ નોટ અને તેના કપડા પડેલા હતા.’ ઉમેશે જણાવ્યું કે, મહિલાના સાસરિયાના લોકો એને જમવાનું પણ આપતા ન હતા, નોકરાણી બનાવીને રાખતા હતા, તેનાથી કંટાળીને મહિલાએ આ પગલું ભર્યું હતું.

ડેપ્યુટી SP રાકેશ કુમાર સિંહના અનુસાર, સ્યૂસાઇડ નોટમાં મહિલાના પતિને હત્યા માટે જવાબદાર કહેવામાં આવ્યું છે. તેમાં લખ્યું છે કે, ‘હું નવાબ ટેંકમાં કૂદીને સ્યૂસાઇડ કરી રહી છું. મારી મોત માટે જવાબદાર મારો પતિ છે.’

તેમને જણાવ્યું કે, હાલમાં મહિલાના કોઈ સંકેતો મળ્યા નથી. શોધખોળ અભિયાન ચાલુ છે, જ્યારે પણ કોઈ પુરાવાઓ મળશે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp