ભારતીય જવાનનું અપહરણ, અહીંથી મળ્યા શાકિર મંજૂરના કપડા, સર્ચ ઓપરેશન શરૂ

PC: amazonaws.com

આખો દેશ હાલ કોરોના વાયરસના સંકટ સામે ઝઝૂમી રહ્યો છે. જ્યારે બીજી તરફ, જમ્મુ-કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓ સતત ચાલી રહી છે. પરિસ્થિતિ એ છે કે, આતંકી કોઈક ને કોઈક રૂપમાં ઘટનાને અંજામ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જોકે, ભારતીય સેના દ્વારા દરેક પગલે તેમને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. આ કડીમાં બકરી ઈદ પર ઘરે ગયેલા ભારતીય જવાન શાકિર મંજૂરનું ઉપહરણ કરી લેવામાં આવ્યું હતું. જ્યારે હવે શોપિયાંમાંથી તેના કપડાં મળી આવ્યા છે. આ ખબરથી હડકંપ મચી ગયો છે અને સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધુ છે.

રિપોર્ટ અનુસાર, બકરી ઈદના અવસરે ભારતીય સેનાનો જવાન શાકિર મંજૂર પોતાના ગામ રામભામા ગયો હતો. રવિવારે જ્યારે તે પોતાના ઘરે જ હતો ત્યારે સાંજના સમયે કેટલાક આતંકીઓ ઘરે પહોંચી ગયા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આતંકી બળજબરીપૂર્વક તેના ઘરમાં ઘૂસી ગયા અને તેનું અપહરણ કરી લીધુ. એટલું જ નહીં, પાછા જતી વખતે આતંકીઓએ ઘરની બહાર પાર્ક કરેલી તેની કારમાં આગ લગાવી દીધી હતી. આ ઘટનાને પગલે વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. જવાન શાકિર મંજૂરની ખૂબ જ શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ, કોઈ જાણકારી ના મળી શકી. સેના તરફથી સતત શાકિત મંજૂરને શોધવામાં આવી રહ્યો હતો. પરંતુ, આ દરમિયાન શુક્રવારે કેટલીક એવી વસ્તુઓ મળી, જેણે સનસની મચાવી દીધી. સુરક્ષાદળોનું કહેવું છે કે, શોપિયાં વિસ્તારમાં સ્થિત એક બાગમાંથી શાકિર મંજૂરના કપડાં મળ્યા છે. આ ખબર આખા વિસ્તારમાં આગની જેમ ફેલાઈ ગઈ.

ભારતીય સુરક્ષાદળોએ તે અંગે જાણકારી આપી છે. સુરક્ષાદળોએ કપડાંને કબ્જામાં લઈ લીધા છે અને આખા વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધુ છે. ખૂણે-ખૂણા પર નજર રાખવામાં આવી રહી છે. જોકે, સુરક્ષાદળોને પણ હજુ સુધી વધુ પુરાવા નથી મળ્યા. વિસ્તારની ઘેરાબંધી કરી દેવામાં આવી છે. સાથે જ અપહરણ કરાયેલા જવાન શાકિર મંજૂરને શોધવા માટે સ્નિફર ડોગ્સની મદદ લેવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, શાકિર મંજૂર જમ્મુ-કાશ્મીર લાઈટ ફેક્ટરીનો જવાન હતો. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ જવાનોના અપહરણના સમાચાર સામે આવી ચુક્યા છે. જણાવી દઈએ કે, ઘાટીમાં આતંકી ગતિવિધિ સતત વધી રહી છે. માત્ર લોકડાઉનમાં ઘણીવાર સુરક્ષાદળો અને આતંકીઓની વચ્ચે એન્કાઉન્ટરના સમાચાર સામે આવી ચુક્યા છે. અત્યારસુધીમાં 100 કરતા વધુ આતંકી માર્યા ગયા છે. જ્યારે પાકિસ્તાન તરફથી વારંવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp