ચીન પછી હવે સોનૂ સુદે ફ્રાન્સ પાસે માંગી મદદ, મંગાવ્યા ઓક્સિજન પ્લાન્ટ્સ

PC: indianexpress.com

ભારતમાં કોરોના મહામારીની બીજ લહેરનો પ્રકોપ હજુ જારી છે. તેવામાં ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીના ઘણા એક્ટર્સ લોકોના સપોર્ટમાં આવી રહ્યા છે. દેશમાં થઈ રહેલી ઓક્સિજન, દવા અને બેડની કમીને પૂરી કરવા માટે આ સ્ટાર્સ પોતાની થઈ શકે તેટલી મદદ કરી રહ્યા છે પરંતુ આ બધામાં પહેલો ક્રમ સૌના મસીહા એવા સોનૂ સુદનો આવે છે. સોનૂ સુદે પહેલા ચીન પાસેથી ઓક્સિજન કોન્સનટ્રેટર્સ મંગાવ્યા હતા અને હવે દેશવાસીઓની મદદ કરવા માટે ફ્રાન્સ પાસેથી પણ ઓક્સજન પ્લાન્ટ્સ મંગાવ્યા છે. સોનૂ સુદે એક સ્ટેટમેન્ટમાં આ અંગેની વાત કહી હતી.

સ્ટેટમેન્ટમાં સોનૂ સુદે કહ્યું કે દેશમાં ચાલી રહેલી ઓક્સિજનની કમીને જોઈને તેણે ઘણા બધા ઓક્સિજન પ્લાન્ટ્સ મંગાવ્યા છે. તેનાથી દેશમાં ચાલી રહેલી ઓક્સિજનની કમીનું સમાધાન આવી જશે. બધુ થોડા સમયમાં સારું થઈ જશે. અમે જોઈ રહ્યા છીએ કે ઘણા લોકોએ ઓક્સિજનની કમીના કારણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ઓક્સિજન સિલિન્ડર્સને આમ જ હોસ્પિટલોમાં નહીં પહોંચાડવામાં આવે પરંતુ તેને સંપૂર્ણરીતે ભરીને મોકલવામાં આવશે. તેનાથી સમસ્યાનું જલદીથી નિરાકરણ આવશે. આ સમયે સૌથી જરૂરી છે કે વસ્તુઓને યોગ્ય સમય પર કરવામાં આવે જેથી બને તેટલા લોકોની જાન બચાવી શકાય.

રિપોર્ટ્સની માનીએ તો પહેલા ઓક્સિજન પ્લાનટનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે અને આ 10-12 દિવસની અંદર ભારતમાં આવી પણ જશે. સોનૂ સુદનો પ્રયાસ ઘણો સરાહનીય છે. ગયા વર્ષે તેણે જે રીતે પ્રવાસી મજૂરોને તેમના ગામ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. તેવી રીતે આ વર્ષે તેણો લોકોને ઓક્સિજન અને દવા પહોંચડવાની જવાબદારી પોતાના માથે લીધેલી જોવા મળે છે.આ પહેલા સોનૂએ ચીનમાંથી પણ ઓક્સિજન કોન્સનટ્રેટર્સ મંગાવ્યા હતા. ઈન્ડ્સ્ટ્રીના ઘણા બધા સ્ટાર્સ જેવા કે અનુષ્કા શર્મા, અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, અજય દેવગણ, અમિતાભ બચ્ચન, લત્તા મંગેશકર અને અનુપમ ખૈર જેવાએ પોતાનાથી બનતી તમામ મદદ કરી છે.

હાલમાં દેશમાં રોજના 3 લાખની આસપાસ નવા કોરોનાના કેસો જોવા મળી રહ્યા છે. દેશના રોજના કેસોમાં ઘટાડો તો નોંધાયો છે પરંતુ તેની સાથે કોરોનાથી મૃત્યુ પામતા લોકોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો નથી, જે ખરેખરમાં એક ચિંતાની વાત છે. દેશના કેસોમાં ઘટાડો જોવામાં આવતા એક્સપર્ટ્સ કહી રહ્યા છે કે બીજા વેવનો પીક આવી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp