વીડિયો વાયરલ કર્યા પછી યજ્ઞપુરુષ સ્વામીએ કહ્યું, હું જન્માષ્ટમીએ જગત છોડી દઈશ

PC: gujaratsamachar.com

જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના સંત યજ્ઞપુરુષે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યા બાદ સત્તાધીશ સંતો દ્વારા માનસિક ટોર્ચર કરવામાં આવતું હોવાના આક્ષેપો કરતો એક પત્ર રાજકોટ પોલીસને લખ્યો છે. યજ્ઞપુરુષ સ્વામીએ વોટ્સએપમાં સ્વબચાવની માંગ સાથે મેસેજ વાયરલ કર્યો છે. આ મેસેજમાં સત્તાધારી પક્ષના સંતો અને સતાધીશો દ્વારા માનસિક ટોર્ચર અને હરિભક્તોને ઈમોશનલ બ્લેકમેલ કરવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્વામી મેસેજમાં એવું પણ કહ્યું છે કે, જન્માષ્ટમીના રોજ તેઓ આપઘાત કરશે અને તેઓ તેમના મૃતદેહને ગુજરાત આવવા દેવા માંગતા નથી.

યજ્ઞપુરુષ સ્વામીએ સોશિયલ મીડિયામાં વાયરલ કરેલા મેસેજમાં જણાવ્યું છે કે, સહી કરાવી ખૂબ-ખૂબ રોવડાવ્યા છે. તેમને ઇમોશનલ બ્લેકમેઈલ કરવામાં આવ્યા છે. મારું લોકેશન જાણવા એમને ખૂબ હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. તેનાથી હું વ્યથિત છું અને સાવ તૂટી ગયો છું. મારી સાથે સીધા લડ્યા હોત તો હું પહોંચી વળત પણ છેવટે ના છૂટકે મારે કુરબાનીનો રસ્તો લેવો પડ્યો છે. હું જન્માષ્ટમીએ જગત છોડી દઈશ અને મારા હેતવાળા અને લાગણીવાળાને અત્યાચારમાંથી છુટકારો અપાવીશ. મે મારી કોઈ આઇડેન્ટિટી સાથે નથી રાખી અને કદાચ મારો મૃતદેહ નહીં મળે. હું અત્યારે હજારો કિલોમીટર દૂર છું. હું મારા મૃતદેહને પણ ગુજરાત આવવા દેવા નથી માગતો. આ આત્મહત્યા નથી બલિદાન છે, કદાચ ક્રાંતિ માટે જરૂરી છે. જીવતા ન કરી શક્યો એ મારા મૃત્યુ પછી થશે અલવિદા. જય સ્વામીનારાયણ.

આ આખો વિવાદ યજ્ઞપુરુષદાસ સ્વામીએ વાયરલ કરેલા વીડિયો પછી શરૂ થયો હતો. વીડિયોમાં તેમને જણાવ્યું હતું કે, ગુજરાતની રાજ્ય સરકાર છે તેની પાસેથી પણ કોઈ અપેક્ષા નથી. કારણ કે, કેટલાક સાધુઓના નિવેદનો મે સાંભળ્યા છે કે, સરકાર આપણા ખીચ્ચામાં છે, સરકાર આપણી છે, આપણે કહીએ તેમ જ કરે છે, અને આપણે કરીયે તે કરવા દે છે અને જો આ વાત સાચી હોય તો ઘણું જોખમી છે. આ પ્રકરણ જોતા તો ખરેખર એવું લાગે છે કે, સરકાર આ લોકોની છે એટલા માટે સરકાર કોઇ પણ પ્રકારના પગલાં લેતી નથી અને કોઈ તપાસ થતી નથી એટલે હવે કોની પાસેથી અપેક્ષા રાખવી. આ દેશની સર્વોચ્ચ અદાલતો છે કે, જેને ઘણા મોટા-મોટાને સજા કરી જેલમાં નાખ્યા છે. અમને એક ન્યાયાલય પાસે અપેક્ષા છે એટલે 20 વર્ષમાં જેટલા સાધુઓની લંપટલીલાઓ બહાર પ્રકાશિત થઈ છે, જેટલા ગોટાળા અને ભ્રષ્ટાચાર બહાર આવ્યા છે અને ચૂંટણીઓ થઈ છે અને આ ચૂંટણીમાં જે આક્ષેપો કરવામાં આવે છે અને ન કરવાના ધંધા કરવામાં આવે છે. આ બધાને ઉપાય જોતા મને એવું લાગે છે કે, જૂનાગઢ, ગઢડા અને વડતાલ આ ત્રણ મંદિરનો વહીવટ ન્યાયાલય પોતાની દેખરેખમાં કરે અને જો આવું થાય તો આ બધુ બંધ થઈ જશે. આના મૂળમાં પૈસા છે અને પૈસા આવે છે એટલા માટે જ આ બધું થાય છે અને પૈસા બિલકુલ મહેનત વગરના છે.

જૂનાગઢના સ્વામી યજ્ઞપુરુષનું આ પ્રકારનું નિવેદન સામે આવતા સ્વામીનારાયણ સંપ્રદાયમાં ખળભળાટ મચી ગયો હતો અને હવે યજ્ઞપુરુષ સ્વામીએ વોટ્સએપ મેસેજમાં તેમણે ત્રાસ આપવામાં આવતો હોવાથી તેઓ જગત છોડવાની વાત કરી રહ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp