18 ઓક્ટોબર પછી આ 6 એરપોર્ટ પરથી કદાચ નહીં ઉડે એર ઇન્ડિયાના વિમાન, જાણો કારણ

PC: zeebiz.com

18 ઓક્ટોબર સુધીમાં એર ઇન્ડિયા ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશનની વાત નહીં માટે તો દેશમાં મુખ્ય છ એરપોર્ટ પરથી એક પણ પ્લેન ઉડી શકશે નહીં. આ કહેવાનું કારણ એ છે કે, ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા એર ઇન્ડીયાને કહેવામાં આવ્યું છે કે, 18 ઓક્ટોબર સુધીમાં લમસમની ચૂકવણી નહીં કરે તો ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા મુખ્ય 6 એરપોર્ટ પર ફ્યુઅલ સપ્લાય રોકી દેવામાં આવશે. ગત સપ્તાહમાં BPCL અને HPCLએ એર ઇન્ડિયાને પત્ર લખીને લમસમની ચૂકવણી કરવામાં માટે જણાવ્યું હતું. 5 ઓક્ટોબરના એર ઇન્ડીયાને કહેવામાં આવ્યું હતું કે, 11 ઓક્ટોબર સુધીમાં લમસમની ચૂકવણી કરવામાં નહીં આવે તો ફ્યુઅલ સપ્લાય રોકી દેવામાં આવશે.

ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર એર ઇન્ડીયા દ્વારા દર મહીને 100 કરોડ રૂપિયાની ચૂકવણીની વાત કરી કરવામાં આવી હતી પરંતુ આ શરત પૂર્ણ કરવામાં આવી નથી. સુત્રોમાં જણાવ્યા અનુસાર એર ઇન્ડીયા પર ફ્યુઅલના 5,000 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે અને આ રૂપિયા ચૂકવણી કરવામાં 8 મહિનાનો વિલંબ ચાલી રહ્યો છે. જો કે, 22 ઓગસ્ટના રોજ ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા કોચી, મોહાલી, પુણે, પટના, રાંચી અને વિશાખાપટ્ટનમ એરપોર્ટને ફ્યુઅલ આપવાનું બંધ કરી દીધું હતું. આ બાબતે 7 સપ્ટેમ્બરના રોજ ઉડ્ડયન મંત્રાલય દ્વારા દખ્ખલગીરી કરવામાં આવતા 7 સપ્ટેમ્બરથી ફ્યુઅલ આપવાની શરૂઆત કરવામાં આવી હતી.

ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા મુખ્ય 6 એરપોર્ટ પર ફ્યુઅલ સપ્લાય રોકી દેવાની વાત પર એર ઇન્ડિયા દ્વારા ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશનને ફ્યુઅલ સપ્લાય ન રોકવા માટે અપીલ કરી હતી. તેથી આ બાબતે કંપનીઓએ વિચારણા માટે એર ઇન્ડિયાને 18 ઓક્ટોબર સુધીનો સમય આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, એર ઇન્ડિયા હાલ ખોટમાં ચાલી રહી છે. એર ઇન્ડિયા પર 60,000 કરોડ રૂપિયાનું દેવું છે. નાણાકીય વર્ષ 2018-19માં 8,400 કરોડ રૂપિયાનું નુકસાન થયું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp