પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાને હાઈકોર્ટે આપી મોટી રાહત

PC: india.com

પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાને રાજયની વડી અદાલતે રાહત આવી છે. પાટીદાર નેતાનો શરતી જામીન ઉપર છુટકારો થયો છે. અલ્પેશ કથીરિયાના જામીન મળતા પાટીદારોમાં ખુશીનો માફોલ ફેલાયો છે.અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે રાજદ્રોહના ગુનામાં અલ્પેશ કથીરિયાની ધરપકડ કરી હતી. તેમજ ગઈકાલે જ તેમને સુરત જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદાર આગેવાનોની પોલીસે અટકાયત કરતા પાટીદારો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. તેમજ રાજ્યભરમાં ટોળાએ તોડફોડ કરી હતી. દરમિયાન પાટીદાર આગેવાનોએ કેટલાક એસએમએસ કર્યા હતા. આ એસએમએસ અને વીડિયો કોલની પોલીસે તપાસ બાદ હાર્દિક પટેલ સહિતના આગેવાનોની સામે રાજદ્રોહનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે હાર્દિક પટેલ, ચિરાગ પટેલ અને દિનેશ બાંભણિયાની અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે ધરપકડ કરી હતી. આ કેસમાં ત્રણેય પાટીદાર આગેવાનો શરતી જામીન ઉપર મુક્ત છે. દરમિયાન તાજેતરમાં અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે સુરતના પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાની પણ રાજદ્રોહના ગુનામાં ધરપકડ કરી હતી. તેમજ તેમની પૂછપરછ આરંભવામાં આવી હતી. બીજી તરફ કથીરિયાએ જામીન ઉપર મુક્ત થવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી.

હાઈકોર્ટમાં અલ્પેશ કથીરિયાએ બાંહેઘરી આપી હતી. તેમજ રજૂઆત કરી હતી કે, આ કેસની તપાસ પૂર્ણ થઈ ગઈ છે. પોલીસે ખોટી રીતે પાટીદાર આગેવાનો સામે કાર્યવાહી કરી છે. આ કેસમાં અગાઉ અન્ય આરોપીઓના જામીન મંજુર થયા છે. તો અમને પણ જામીન મળવા જોઈએ. બીજી તરફ સરકારે અલ્પેશ કથીરિયાની જામીન અરજીનો વિરોધ કરીને જામીન મંજૂર નહીં રાખવાની રજૂઆત કરી હતી. હાઈકોર્ટે સુનાવણીના અંતે અલ્પેશ કથીરિયાના શરતી જામીન મંજૂર રાખ્યા હતા. અલ્પેશ કથીરિયાનો જામીન ઉપર છુટકારો થતા તેના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. તેમજ પાટીદાર નેતાઓએ જામીન મંજૂરી ઉપર ખુશી વ્યક્ત કરી છે. જામીન ઉપર મુક્ત થયેલા અલ્પેશ કથીરિયાએ કોર્ટની શરતોનું પાલન કરવુ પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp