4 યુવકો સાથે ઘરેથી ભાગેલી યુવતી, પકડાઈ ગઈ તો પંચાયતે ચિઠ્ઠી ઉછાળીને કરાવ્યા લગ્ન

PC: theprint.in

પ્રેમી પંખીડા ભાગી જાય તેમાં કોઈ નવાઈની વાત નથી, આવી ઘટનાઓ વારંવાર આવતી રહેતી હોય છે તમે પણ આવી ઘટનાઓ વિશે સાંભળતા જ રહેતા હશો બરાબર ને? તેમાં કેટલાક પરિવાર બંનેના લગ્ન કરાવવા માટે રાજી થતાં હોય છે તો કેટલાક નાખુશ હોય છે, પરંતુ શું તમે ક્યારેય એવી ઘટના વિશે સાંભળ્યું છે કે કોઈ છોકરી માટે વરરાજાની પસંદગી ચિઠ્ઠીથી કરવામાં આવી હોય? નહીં સાંભળ્યું હોય, પરંતુ હકીકતમાં એક એવી ઘટના સમે આવી છે જ્યાં એક યુવતી સાથે લગ્ન કરનારા છોકરાનું નામ ચિઠ્ઠી થકી નક્કી કરવામાં આવ્યું હતું.

રામપુરના ટાંડા વિસ્તારમાં રહેનારી યુવતીના લગ્નનો નિર્ણય પંચાયતમાં એ રીતે થયો જેની કોઈને આશા પણ નહોતી. ઉલ્લેખનીય છે કે પોતાના 4 મિત્રો સાથે ઘર છોડનારી છોકરીને જ્યારે મિત્રો સાથે પકડી પાડવામાં આવી હતી, તો તેના પરિવારજનોએ છોકરાઓ વિરુદ્ધ કેસ દાખલ કરાવવા લાગ્યા. તેના પર છોકરાઓના પરિવારજનોએ પંચાયત બોલાવી લીધી. પંચોએ તેના પર નિર્ણય લેવા માટે 3 દિવસનો સમય માંગ્યો હતો. ત્યારબાદ અજીબોગરીબ નિર્ણય સંભળાવી દીધો.

રામપુર જિલ્લાના ટાંડા વિસ્તારમાં આ ઘટના બની છે અને તે ચર્ચાનો વિષય પણ બની છે. એક યુવતીને પોતાના એ મિત્રો સાથે ઘરથી ભગવા માટે અનોખી સજા મળી છે. ટાંડાની યુવતી થોડા દિવસો પહેલા 4 છોકરાઓ સાથે ભાગી ગઈ હતી. પરિવારજનો તેની શોધખોળ કરી રહ્યા હતા. આ દરમિયાન છોકરી અને તેના 4 મિત્રોને પકડી લેવામાં આવ્યા. છોકરીના સ્વજનો ઇચ્છતા હતા કે તેઓ આરોપી છોકરાઓ પર કેસ દાખલ કરાવે, પરંતુ આરોપીઓના સ્વજનો આ બાબતને પંચાયતમાં સોલ્વ કરવાનો દબાવ બનાવ્યો.

ત્યારબાદ પંચાયત બેસી. પંચોએ છોકરી સામે ચારેય છોકરાઓમાંથી એક સાથે લગ્ન કરવાની શરત રાખી દીધી. છોકરીને એવા નિર્ણયની આશા નહોતી અને છોકરા પણ લગ્ન કરવા તૈયાર નહોતા, પરંતુ પંચાયતના નિર્ણય આગળ બધા મજબૂર હતા. છોકરી એ ચારેય છોકરાઓમાંથી કોઇની પણ પસંદ કરી શકતી નહોતી. તે પૂરી રીતે અસમંજસમાં પડી ગઈ હતી અને તે આ નિર્ણયથી હેરાન પણ હતી. ત્યારબાદ ચિઠ્ઠી પરથી નામ નક્કી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. બધાં આ નિર્ણય પર રાજી થઈ ગયા.

ચારેય છોકરાઓના નામની ચિઠ્ઠી બનાવીને નીચે મૂકી દેવામાં આવી. પછી નાના છોકરાને તેમાંથી એક ચિઠ્ઠી ઉઠાવવા કહેવામાં આવ્યું. એ ચિઠ્ઠીમાં જે છોકરાનું નામ નીકળ્યું તેની સાથે યુવતીના લગ્ન કરાવી દેવામાં આવ્યા. ગુરુવારે આ અનોખા લગ્ન ચર્ચાનો વિષય બની ગયા છે. મુરાદાબાદ મંડળમાં આ પહેલી એવી ઘટના છે જેમાં ચિઠ્ઠીથી વરરાજાની પસંદગી કરવામાં આવી હોય.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp