પરિવારમાં કોરોનાનું સંક્રમણ ફેલાશે તેવા ડરથી એમ્બ્યુલન્સના ડ્રાઈવરે આપઘાત કર્યો

PC: intoday.in

દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોનાની મહામારી વચ્ચે રાજસ્થાનમાં એક એમ્બ્યુલન્સના ડ્રાઈવરે કોરોનાનો ટેસ્ટ કરાવ્યા પછી આપઘાત કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ સમગ્ર મામલે પોલીસે એમ્બ્યુલન્સના ડ્રાઈવરના મૃતદેહને કબજે કરીને તપાસનો ધમધાટ શરૂ કર્યો છે.

રાજસ્થાનના જોધપુરમાં છેલ્લા બે દિવસથી ગાયબ થયેલ એમ્બ્યુલન્સ ડ્રાઈવરની લાશ બુધવારે સવારેના સમયે કાયલાના તાળાવમાંથી મળી હતી. આપઘાત કરનાર યુવકનું નામ દિનેશ હોવાનું જાણવા મળ્યું છે. દિનેશે થોડા દિવસો પહેલા જ આરોગ્ય વિભાગમા 108ના ડ્રાઈવર તરીકે નોકરી મેળવી હતી. બુધવારે સવારના સમયે જ્યારે લોકોને તળાવમાં એક મૃતદેહ તરતો જોવા મળ્યો એટલે લોકોએ તાત્કાલિક આ બાબતે પોલીસને ફોન કરીને માહિતી આપી હતી. જેના કારણે રાજીવગાંધી પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને સિવિલ ડીફેન્સની મદદથી મૃતદેહને પાણીમાંહી બહાર કાઢવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર મૃતક વ્યક્તિનું નામ દિનેશ ગૌડ છે. દિનેશ સોમવારથી તેના ઘરેથી ગાયબ હતો. આ બાબતે રાતાનાડા પોલીસ સ્ટેશનમાં દિનેશના ગૂમ થવા બાબતે ફરિયાદ નોંધવામાં આવી હતી. મૃતક દિનેશ ગૌડ CMOના તાબા હેઠળ આવતી કોવીડ-19 ગાડીનો ડ્રાઈવર હતો. હાલ સમગ્ર મામલે પોલીસે દિનેશના મૃતદેહને કબજે કરીને આગળની તપાસ શરૂ કરી છે.

પોલીસેના જણાવ્યા અનુસાર દિનેશ ગૌડના પરિવારના સભ્યોએ શક્યતા વ્યક્ત કરી છે કે, દિનેશ CMOના તાબા હેઠળ આવતી કોવીડ-19 ગાડીનો ડ્રાઈવર હતો અને સોમવારના રોજ તેનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. દિનેશને તે કોરોના પોઝિટિવ હોવાની શંકાના હતી. એટલા માટે તેને પરિવારના સભ્યોમાં કોરોનાનું સંક્રમણ ફેલાવાના ડરથી આપઘાત કર્યો છે. હાલ તો પોલીસે દિનેશના મૃતદેહને હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખ્યો છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

મહત્ત્વની વાત છે કે, રાજસ્થાનમાં કોરોનાના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. હાલ રાજસ્થાનમાં કોરોનાના કુલ 18,014 કેસ નોંધાયા છે. તેમાંથી 14,220 લોકો હોસ્પિટલમાં સારવાર લઈને સ્વસ્થ થઇ ગયા છે. રાજસ્થાનમાં કોરોનાના કારણે 413 લોકોના મોત થયા છે. તો બીજી તરફ રાજસ્થાનમાં કોરોનાના કેસમાં વધારો થવાના કારણે સરકાર દ્વારા શૈક્ષણિક સંસ્થા, મેટ્રો, મલ્ટીપ્લેક્સ, સ્વિમિગ પૂલ અને ધાર્મિક કાર્યક્રમો પર 31 જૂલાઈ સુધી પ્રતિબંધ લગાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp