KBC-11માં અમિતાભે પૂછ્યું PUBGનું ફુલ ફોર્મ, કન્ટેસ્ટન્ટે લીધી લાઈફલાઈન

PC: wp.com

કૌન બનેગા કરોડપતિ સીઝન 11ના બીજા એપિસોડમાં અમિતાભ બચ્ચને કન્ટેસ્ટન્ટ વિવેક ભગતને ઘણાં મજેદાર સવાલો પૂછ્યા. એમાનો એક સવાલ હતો કે મલ્ટીપ્લેયર ગેમ PUBGનું ફુલ ફોર્મ શું છે? વિવેક આ સવાલ સાંભળી જરા મૂંઝવણમાં દેખાયો. થોડી વાર વિચાર્સા પછી તેણે લાઈફલાઈનનો યુઝ કરવાનો નિર્ણય લીધો હતો.

જેમાં તેણે ઓડિયન્સ પોલનો એપ્શન સિલેકટ કર્યો. જેમાં લગભલ 92 ટકા લોકોએ PUBGનું ફુલ ફોર્મ PlayerUnknown's Battlegrounds પસંદ કર્યુ. જેમાં તેણે પલ્બિક ઓપિનિયન સાથે જવાનો વિકલ્પ પસંદ કર્યો. જલધંરનો વિવેક જીએસટી ઈન્સ્પેક્ટર છે અને એ કર્ણાટકના શહેર બેંગલોરમાં ફરજ બજાવી રહ્યો છે.

બે સવાલ એવા હતા જેમાં વિવેકે લગભગ કાઉંટડાઉન પૂરું થઈ જવાનું હતું ત્યારે સવાલનો જવાબ આપ્યો હતો. જેમાંના એક સવાલ પર વિવેક અટકી ગયો હતો. અમિતાભે તેને સૂચવ્યું પણ ખરું કે જો તમને સવાલનો જવાબ નથી આવડતો તો તું ગેઈમ ક્વીટ કરી શકે છે. પણ વિવેક ઉતાવળમાં સવાલનો ખોટો જવાબ આપી દીધો. અને માત્ર 10 હજાર રૂપિયા જ તે ઘરે લઈ ગયો.

વિવેક 10 હજાર રૂપિયા જીતી ઘરે જનાર બીજો સ્પર્ધક બન્યો. આ પહેલા કેબીસીનો પહેલો કન્ટેસ્ટન્ટ પણ આટલી જ રકમ ઘરે લઈ ગયો હતો.ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવી રહેલી કેબીસી-11 હાલ ટેલિવિઝન જગતમાં ચર્ચાતો શો છે. આ શોમાં હજી એક પણ કન્ટેસ્ટન્ટ મોટી રકમ જીતવામાં સફળ થયો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp