પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં લગાવો પૈસા, દર મહિને થશે મોટી આવક

PC: news18.com

જો નવા વર્ષમાં તમે પૈસા બચાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો પોસ્ટ ઓફિસની એક ખાસ સેવિંગ સ્કીમ તમને સલામત અને લાભદાયી સાબિત થઈ શકે છે. પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં તમારી ડિપોઝિટ સુરક્ષિત રહી શકે છે. આ સાથે જ તમને આ સ્કીમથી દર મહિને સારી આવક પણ થશે. આ સ્કીમ એ બધા માટે સારી છે જે તેમની થાપણો પર વધારાની આવક કરવા માંગે છે અથવા જેમની પાસે નિયમિત આવકની કમાણીના કોઈ સંસાધનો નથી. એટલે કે આ યોજના આ બંને વર્ગો માટે કામની છે. આ સ્કીમ તમને દર મહિને આવક કરાવશે અને સાથે તમારી સંપૂર્ણ થાપણના પૈસા પણ સલામત રાખશે. આ યોજના સમગ્ર જીવન તમને મદદ કરી શકે છે. ચાલો, જાણીએ આ વિશે વધુ વિગત...

શું છે આ સ્કીમ?

પોસ્ટ ઓફિસની માસિક રોકાણ યોજના એટલે કે પીઓએમઆઈએસમાં રોકાણ કરી શકાય છે. આ એક એવી સરકારી યોજના છે કે જેમાં એકવાર પૈસા રોકાણ થાય તે પછી દર મહિને નિશ્ચિત આવક મળે છે. નિષ્ણાંતો આ યોજનાને શ્રેષ્ઠ રોકાણ વિકલ્પોમાંની એક માને છે કારણ કે, તેમાં 4 મુખ્ય ફાયદા છે. કોઈપણ ખોલી શકે છે અને તમારી થાપણ હંમેશા જાળવી રાખવામાં આવે છે. તમને બેન્ક એફડી અથવા દેવાના સાધન કરતાં વધુ વળતર મળે છે. આનાથી તમને ચોક્કસ આવક મળતી રહે છે અને પછી સ્કીમ પૂરી થવા પર તમને તમારી થાપણ મળી જાય છે. જેને તમે ફરી આ યોજનામાં રોકાણ કરી માસિક આવકનું સાધન બનાવી શકો છો.

કોણ ખોલી શકે છે ખાતું?

તમે તમારા બાળકના નામે પણ અકાઉન્ટ ખોલી શકો છો. જો બાળક 10 વર્ષ કરતાં નાનું છે તો તેના નામ પર તેના માતા-પિતા અથવા લીગલ ગાર્ડિયન તરફથૂ અકાઉન્ટ ખોલી શકાય છે. બાળકની ઉંમર 10 વર્ષ થવા પર તે પોતે જાતે પણ અકાઉન્ટ મેનેજ કરવાનો અધિકાર મેળવી શકે છે. 18 વર્ષ થયા બાદ તેને આ અકાઉન્ટ મેનેજ કરવાની જવાબદારી મળી જાય છે.

કેટલાં નાણાં રોકવા પડશે?

માસિક રોકાણ યોજના માટે કોઈપણ ખાતું ખોલી શકે છે. જો તમારું ખાતું સિંગલ છે તો તમે મહત્તમ 4.5 લાખ સુધી જમા કરી શકો છો અને ઓછામાં ઓછા 1500 રૂપિયા જમા કરી શકાય છે. જો તમારું જોઇન્ટ અકાઉન્ટ છે તો તમે તેમાં મહત્તમ 9 લાખ જમા કરી શકો છો. એક વ્યક્તિ ખાતામાં એકથી વધુ પરંતુ પોસ્ટ ઓફિસ દ્વારા નક્કી કરેલ મર્યાદા અનુસાર ખાતું ખોલી શકે છે.

વ્યાજ પર ટેક્ટ મુક્તિ નહીં

આ ખાતમાં જમા થતી રકમ પર અને તેનાથી તમને મળનારા વ્યાજ પર કોઇ કર મુક્તિનો લાભ નથી મળતો. જો કે, પોસ્ટ ઓફિસ દ્વારા આ સ્કીમથી તમે જે કમાણી કરો છો તેના પર કોઈપણ પ્રકારનો ટીડીએસ નથી કપાતો. પરંતુ તમે વ્યાજરૂપે જે માસિક આવક મેળવો છો તેની વાર્ષિક આવક તમારી કરપાત્ર આવકમાં શામેલ કરવામાં આવે છે.

દર મહિને કેટલી થશે આવક?

દર મહિને રોકાણ યોજના હેઠળ 7.3 ટકા વ્યાજ વાર્ષિક ધોરણે પ્રાપ્ત થાય છે. આ વર્ષના વ્યાજને 12 મહિનામાં વહેંચવામાં આવે છે. જે તમને માસિક ધોરણે મળે છે. જો તમે 9 લાખ રૂપિયા જમા કર્યા છે તો તમારું વાર્ષિક વ્યાજ 65700 રૂપિયા રહેશે. આ અર્થમાં, તમે દર મહિને 5500 રૂપિયા કમાશો. પાકતી મુદત પછી કેટલાક વધુ બોનસ ઉમેરીને તમારા 9 લાખ રૂપિયા પરત કરવામાં આવશે.

દર મહિને પૈસા ન નિકાળ્યા તો...

જો તમે દર મહિને પૈસા ઉપાડતા નથી તો તે તમારા પોસ્ટ ઓફિસના બચત ખાતામાં રહેશે અને તમને આ નાણાં મૂળ રકમ સાથે ઉમેરીને આપવામાં આવશે. યોજના માટે પાકતી મુદત 5 વર્ષ છે. 5 વર્ષ પછી તમે આ યોજનામાં ફરીથી તમારું મૂડી રોકાણ કરી શકો છો.

કેવી રીતે ખૂલશે ખાતું?

તમે તમારી સુવિધા અનુસાર કોઈપણ પોસ્ટ ઓફિસમાં જઈને ખાતું ખોલી શકો છો. આ માટે તમારે આધાર કાર્ડ, મતદાર આઈડી, પેન કાર્ડ, રાશન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સની ફોટો કોપી સબમિટ કરવી પડશે. આ ઉપરાંત, સરનામાંનો પુરાવો સબમિટ કરવો આવશ્યક છે જેમાં તમારું ઓળખપત્ર પણ વાપરી શકાય છે. આ ઉપરાંત, તમારે 2 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ સબમિટ કરવા પડશે.

મેચ્યોરિટી પહેલા પૈસા નિકાળ્યા તો?

જો તમારે મેચ્યોરિટી પહેલાં તમામ પૈસા નિકાળવાની જરૂર પડી તો આ સુવિધા તમને અકાઉન્ટના એક વર્ષ પૂર્ણ થાય તે પછી ઉપલબ્ધ છે. જો તમારી પાસે એકાઉન્ટ ખોલવાની તારીખથી 1 વર્ષથી 3 વર્ષનું જૂનું ખાતું હોય તો તમને ડિપોઝિટ કરેલ રકમમાંથી 2% કાપીને બાકીની રકમ પાછી મળે છે. જો તમારી પાસે 3 વર્ષથી વધુ જૂનું અકાઉન્ટ છે તો ડિપોઝિટમાં 1 ટકા રકમ કાપી તમને બાકીની રકમ પરત કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp