દિલ્હીના CM કેજરીવાલની આંખોમાં મરચાની ભૂકી નાંખી કરાયો હુમલો

PC: amarujala.com

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર એક વ્યક્તિએ મરચાંની ભૂકી નાંખી હુમલો કર્યો છે. હુમલાવરનુ નામ અનિલ છે. અત્યારસુધી મળેલી માહિતી અનુસાર, બપોરના ભોજન માટે કેજરીવાલ સચિવાલયથી પોતાના ઘરે આવી રહ્યા હતા, ત્યારે અનિલ કુમાર શર્મા નામના એક વ્યક્તિએ સચિવાલયમાં દાદની પાસે કેજરીવાલને વાત કરવા માટે અટકાવ્યા. કેજરીવાલ જેવા અટક્યા કે અનિલ કુમાર શર્માએ તેમના ચશ્મા ખેંચીને આંખોમાં મરચાંની ભૂકી નાંખી દીધી હતી. આ ભાગદોડમાં કેજરીવાલના ચશ્મા પણ તૂટી ગયા હતા. અનિલે કેજરીવાલ સાથે ઉગ્ર વાતચીત કરતા રહ્યુ હતુ કે, હું તમને ગોળી મારવા માંગુ છું. મે પહેલા જ Facebook પોસ્ટ દ્વારા આ વાત કહી ચૂક્યો છું. તે વ્યક્તિ પાસે માચિસ, મરચાંની ભૂકી સહિત ઘણી વસ્તુઓ મળી આવી હતી.

આ હુમલા બાદ સુરક્ષાદળોએ અનિલની ધરપકડ કરી લીધી હતી. આ હુમલા અંગે આમ આદમી પાર્ટીના પ્રવક્તા રાઘવ ચઢ્ઢાએ જણાવ્યુ હતુ કે, દિલ્હીના સીએમની સુરક્ષાને લઈને દિલ્હી પોલીસનુ વલણ ઢીલુ છે. આવુ એકવાર નહીં, પરંતુ ઘણીવાર થયુ છે કે જ્યારે કેજરીવાલની સુરક્ષા સામે સવાલો ઊભો થયા હોય.

આ અંગે દિલ્હીમાં BJPના પ્રવક્તા તેજિંદર પાલ સિંહ બગ્ગાએ હુમલા અંગે પોતાનો મંતવ્ય વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે, અરવિંદ કેજરીવાલ જાતે જ પોતાના પર હુમલાઓ કરાવતા રહે છે. અત્યારસુધી જેટલા પણ હુમલાઓ થયા એ તમામ કેજરીવાલે જ કરાવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, જે લોકોએ પહેલા પણ હુમલાઓ કર્યા હતા તેમની વિરુદ્ધ FIR શા માટે કરવામાં ન આવી. આ લોકોને માફ કરવા પાછળનુ કારણ શું છે?

આવુ પહેલીવાર નથી બન્યુ કે જ્યારે કેજરીવાલ પર આ પ્રકારનો હુમલો કરવામાં આવ્યો હતો. આ અગાઉ તેમના પર કાળી શાહી ફેંકવામાં આવી ચૂકી છે. તેમજ ઘણીવાર તેમને તમાચાઓ પણ મારવામાં આવી ચૂક્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp