ઓવૈસીની શપથ વખતે લાગ્યા જય શ્રીરામના નારા, જુઓ વીડિયો

PC: youtube.com

સંસદ સત્રના બીજા દિવસે ઓલ ઈન્ડિયા મઝલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન(AIMIM)ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ સાંસદ પદની શપથ લીધી હતી. જેવા તેઓ સાંસદ પદની શપથ લેવા ઉભા થયા સંસદભવનમાં જય શ્રીરામના નારા ગુંજવા લાગ્યા હતા. ઓવૈશીએ કહ્યું હતું કે, સારું છે મને જોઇને આમને આ શબ્દો યાદ આવ્યા, કાશ તેમને બાળકોની મોત પણ યાદ આવી જાય.

મંગળવારે જેવા ઓવૈસી પોતાની સીટ પરથી ઉઠીને શપથ લેવા વેલમાં આવ્યા BJP અને તેના સહયોગી દળોના સાંસદોએ જય શ્રીરામ, ભારત માતા કી જય, વંદે માતરમના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. આના જવાબમાં ઓવૈસીએ બંને હાથ ઉપર ઉઠાવીને જોર-જોરથી નારા લગાવવાનો ઇશારો કર્યો હતો. ત્યાર બાદ તેમણે પોતાની શપથ પૂરી કરી હતી અને અંતમાં જય ભીમ, જય મીમ, અલ્લાહ-હુ-અકબર અને જય હિન્દનો નારો લગાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp