અટલ બિહારી વાજપેયીએ પોતાના PAને કહ્યું અહીં નહેરૂની તસવીર હતી તેને પાછી લગાવી દો

PC: ndtvimg.com

અટલ બિહારી વાજપેયી રાજકારણમાં આવ્યા ત્યારે જવાહરલાલ નહેરૂ વડાપ્રધાન હતા. સંસદમાં જ્યારે વાજપેયીને સાંભળ્યા ત્યારે નહેરૂને અંદાજ આવી ગયો હતો કે આ એક એવો નેતા છે જે દેશનું ભવિષ્ય બનશે. જવાહરલાલ નહેરૂ અને અટલ બિહારી વાજપેયી રાજકીય રીતે પોતાના વિરોધીઓ હતા છતાં તેઓ એકબીજાને ખૂબ આદર આપતા હતા. એક વિદેશી પ્રતિનિધિ મંડળ જવાહરલાલ નહેરૂને મળવા માટે આવ્યું હતું. નહેરૂને મળી જ્યારે આ વિદેશી પ્રતિનિધિ મંડળ પરત ફરી રહ્યું હતું ત્યારે નહેરૂએ તેમને સૂચન કર્યુ હતું કે ભારતીય રાજકારણને તમારે સમજવું હોય તમારે અમારા વિરોધ પક્ષના યુવા નેતા અટલ બિહારી વાજપેયીને પણ મળવું જોઈએ. આમ જવાહરલાલ નહેરૂને વાજપેયી માટે કેટલો આદર હતો તેનું આ ઉદાહણ છે.

આવું જ અટલ બિહારી વાજપેયીનું પણ હતું. કોંગ્રેસના પ્રખર વિરોધી જ્યારે પહેલી વખત વિદેશ પ્રધાન થયા અને પોતાની ચેમ્બરમાં આવ્યા ત્યારે તેમણે પોતાના અંગત સચિવને પૂછ્યું કે હું અગાઉ પણ આ ચેમ્બરમાં આવેલો છુ, ત્યારે મને યાદ છે આ દિવાલ ઉપર એક તસવીર હતી પણ હવે તે તસવીર નથી, આવું કેમ બન્યું. અંગત સચિવે સંકોચ સાથે કહ્યું કે તમારી વાત સાચી છે અહીં તસવીર હતી, તે જવાહરલાલ નહેરૂની હતી પણ હવે સરકાર બદલાઈ એટલે અમે તે ઉતારી લીધી છે. વાજપેયી નમ્રતા સાથે કહ્યું નહેરૂ કોઈ પક્ષના નહીં દેશના વડાપ્રધાન હતા. મને લાગે છે કે તમારે તે તસવીર ફરી પોતાની જગ્યાએ લગાવી દેવી જોઈએ અને તેઓ મંત્રી રહ્યા ત્યાં સુધી તેમની ચેમ્બરમાં જવાહરલાલ નહેરૂની તસવીર હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp