Maruti બાદ આ કંપની પણ ભારતમાં એપ્રિલથી બંધ કરશે ડિઝલ કારોનું વેચાણ

PC: livemint.com/

Audiએ એપ્રિલથી પોતાની ડિઝલ કારોનું વેચાણ ભારતીય બજારમાં બંધ કરવાની જાહેરાત કરી છે. એપ્રિલથી BS6 લાગૂ થવાની સાથે કંપની ભારતીય બજારમાં ડિઝલ એન્જિનવાળી કારો વેચવાનું બંધ કરી દેશે. જર્મનીની લક્ઝરી કાર કંપની Audi હવે પોતાના હાલના અને નવા મોડલ્સમાં પેટ્રોલ અને ઈલેક્ટ્રિક એન્જિન પર ફોકસ કરી રહી છે. આ સાથે જ ભારતીય બજારમાં આવનારી કંપનીની Q3 તેમજ Q5 SUV અને A3, A4 અને A8 સિડાન કારોમાં ડિઝલ એન્જિનનો ઓપ્શન નહીં મળશે.

છેલ્લાં કેટલાક વર્ષોમાં Audiની કારોના વેચાણની રફ્તાર સુસ્ત છે. તેને જોતા હવે કંપની એક નવી રણનીતિ પર કામ કરી રહી છે. તે અંતર્ગત Audi આ વર્ષે 8 નવા મોડલ્સ લોન્ચ કરશે. સાથે જ ઈલેક્ટ્રિક ગાડીઓ પર પણ ફોકસ કરશે.

આ અંગે ઈન્ડસ્ટ્રી એક્સપર્ટ્સનું માનવું છે કે, ડિઝલ કારો બંધ કરવી Audi માટે ચેલેન્જિંગ રહેશે, કારણ કે કંપનીના કુલ વેચાણમાં 65% ભાગીદારી ડિઝલ કારોની છે. અચાનક ડિઝલ કારો બંધ કરવાથી આ વર્ષના Audiના વેચાણમાં ઘટાડો આવી શકે છે. બીજી તરફ, 2018ની સરખામણીમાં 2019માં તેના વેચાણમાં 29%નો ઘટાડો આવ્યો છે. 2018માં 6463 કારોની સરખામણીમાં 2019માં Audiની 4534 કારો જ વેચાઈ હતી.

જણાવી દઈએ કે, એપ્રિલ 2019માં દેશની સૌથી મોટી કાર કંપની Maruti Suzukiએ સૌથી પહેલા ડિઝન એન્જિનવાળી કારો બંધ કરવાની જાહેરાત કરી હતી. Marutiનું કહેવું છે કે, ડિઝલ એન્જિનને BS6માં અપગ્રેડ કરવાનો ખર્ચો ખબૂ જ વધારે થશે. જેને કારણે પેટ્રોલ એન્જિનવાળી કારોની સરખામણીમાં ડિઝલ કારોની કિંમત વચ્ચે અંતર ઘણું વધી જશે, જે વ્યવસાયની દ્રષ્ટિએ સારું નહીં થશે. ત્યારબાદ, Walks wagon, Skoda અને Renault સહિત અન્ય કંપનીઓએ પણ એપ્રિલ, 2020માં BS6 લાગૂ થયા બાદથી જ ભારતીય બજારમાં ડિઝલ એન્જિનવાળી કારો બંધ કરવાની જાહેરાત કરી હતી. હવે આ લિસ્ટમાં Audi પણ સામેલ થઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp