રાજસ્થાનમાં ચાલુ લગ્નમાં ટ્રક ઘુસી ગઈ,13નાં મોત, 24 ઘાયલ

PC: khabarchhe.com

મધ્યપ્રદેશના નીમચ જિલ્લા મુખ્યાલયથી લગભગ 20 કિલોમીટરના અંતરે આવેલા વિસ્તારમાં એક કરૂણ ઘટના બની છે. મળતી માહિતી પ્રમાણે, છોટી સાદડી વિસ્તારમાં અંબાવલી પાસે રામદેવ (સ્વરૂપગંજ) ગામમાં હનુમાન ચોક પર ગાડોલિયા સમાજના એક પરિવારે કાઢેલા બાના (લગ્ન પહેલા દુલ્હનને લઇને ગામમાં નીકળતું સરઘસ)માં એક બેકાબૂ થઈ ગયેલી ટ્રક ઘૂસી ગઇ અને અનેક લોકો તેના ઝપેટમાં આવી ગયા. રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના છોટી સાદડી વિસ્તારમાં પ્રતાપગઢ-ચિત્તોડગઢ (દાહોદ-ચિત્તોડગઢ) હાઇવે પર 13થી વધુ લોકોના ટ્રક નીચે કચડાઈ જતા મોત થયા છે. અકસ્માત સોમવારે રાતે લગભગ સાડા નવ વાગે થયો.

અકસ્માતમાં 24 લોકોના ઘાયલ થવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યાં છે. નાની-મોટી ઈજા પામેલા લોકોને છોટી સાદડીની સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે, જ્યારે ગંભીર રીતે ઘાયલ 22 લોકોને ઉદયપુર રીફર કરવામાં આવ્યા છે. તેમાં દુલ્હન પણ સામેલ છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે, ટ્રક નિંબાહેડાથી પ્રતાપગઢ જઇ રહી હતી. તેમાં કોલસો ભરેલો હતો. દુર્ઘટના પછી ડ્રાઇવર ટ્રક છોડીને ભાગી ગયો. પ્રતાપગઢ જિલ્લાના કલેક્ટર રામસિંહ રાજપુરોહિત અને એસ.પી. અનિલકુમાર પણ રાત્રે હોસ્પિટલ પહોંચ્યા હતા. દુર્ઘટનાની જાણકારી મળતા જ છોટી સાદડી હોસ્પિટલમાં મદદ માટે આખું નગર ઉમટી પડ્યું હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp