બિકીની ટોપમાં ભૂમિ પેડનેકરે આપ્યા કિલર પોઝ, સિઝલીંગ ફોટા જોઈ હુમાએ જુઓ શું કહ્યુ

PC: instagram.com

ફેન્સના દિલને કંઈ રીતે જીતવું છે, બોલિવુડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકરને ઘણું સારી રીતે આવડે છે. એક્ટ્રેસ પોતાની એક્ટિંગથી તો હંમેશા જ ફેન્સને ઈમ્પ્રેસ કરે છે, પરંતુ હવે ભૂમિનો બિકીની લૂકે સોશિયલ મીડિયાનું ટેમ્પરેચર હાઈ કરી દીધું છે. ભૂમિ પેડનેકરનો આ બર્થ ડે મહિનો ચાલી રહ્યો છે. તે પોતાના બર્થ ડે મન્થની ખુશીની ઉજવણી ઘણી સારી રીતે મનાવી રહેલી દેખાય છે. એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર બિકિની ટોપમાં કેટલીક સુપર સિઝલિંગ ફોટા શેર કર્યા છે. એક્ટ્રેસના બિકીની ટોપમાં ફોટોઝ જોઈને દરેકના શ્વાસ થંભી ગયા હતા.

ભૂમિ ફોટામાં બિકીની ટોપ પહેરીને કિલર લૂકમાં જોવા મળી રહી છે. એક્ટ્રેસે બિકીની ટોપને પ્રેન્ટેડ શ્રગ સાથે કરી કર્યું છે. સિઝલીંગ લૂક સાથે એક્ટ્રેસે પોતાના વાળને બાંધેલા છે. ન્યૂડ ગ્લોસી લિપસ્ટિકમાં ભૂમિ પેડનેકરનો અંદાજ જોવાલાયક છે. ભૂમિએ આ લૂકમાં ઘણા બધા સિઝલીંગ પોઝ પણ આપ્યા છે. દરેક ફોટામાં તેનો લૂક, સ્ટાઈલ સ્ટેટમેન્ટ અને અંદાજ ઘણો ચાર્મિંગ છે. ભૂમિએ પોતાના પરફેક્ટ લૂકથી ફેન્સના દિલને જીતી લીધા છે. ફેન્સ એક્ટ્રેસના ફોટા પર તેના વખાણ કરતા થાકી નથી રહ્યા. ભૂમિ પેડનેકરના બિકીની ફોટોઝ પર બોલિવુડની હીરોઈનો પણ કોમેન્ટ કરતી જોવા મળી છે.

એક્ટ્રેસ હુમા કુરેશીએ ખાસ કોમેન્ટ કરી લખ્યું છે, જેની પણ ઘણી ચર્ચા થઈ રહી છે. હુમા કુરેશીએ ભૂમિના આ ફોટા પર કોમેન્ટ કરતા લખ્યું છે- કોપી કેટ. અસલમાં થોડા સમય પહેલા એક ખાસ પોઝમાં હુમા કુરેશીએ પોતાના ફોટા શેર કર્યા હતા. ભૂમિ પણ પોતાના એક ફોટામાં આવો જ પોઝ આપતી જોવા મળી રહી છે, જેના પર હુમાએ તેને કોપી કેટ કહી છે. ભૂમિ ટૂંક સમયમાં અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધનમાં સાથે જોવા મળવાની છે. ફિલ્મનું ટ્રેલર પણ રીલિઝ થઈ ગયું છે.

 
 
 
View this post on Instagram

A post shared by Bhumi 🌻 (@bhumipednekar)

ફિલ્મ 11 ઓગષ્ટના રોજ રીલિઝ થવાની છે. આ ફિલ્મમાં ભાઈ અને બહેનના સંબંધ અંગેની સ્ટોરી છે. ફિલ્મના ટ્રેલરને જોતા એક અલગ સ્ટોરી દેખાઈ રહી છે. ભૂમિ અને અક્ષય કુમાર આ પહેલા ટોયલેટ-એક પ્રેમકથામાં સાથે જોવા મળ્યા હતા. ઘરમાં ટોયલેટ હોવાના અધિકાર અંગેની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઘણી સફળ રહી હતી. હવે ફરીથી આ જોડી તેમનો કમાલ મોટા પડદે દેખાડવા આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp