ભાજપ સરકારે ખાનગી ટ્રસ્ટોને પાંચ હોસ્પિટલો આપી દીધી

PC: youtube.com

ગુજરાત સરકાર પોતે હોસ્પિટલ ચલાવવા માટે સક્ષમ ન હોય તે રીતે એક પછી એક હોસ્પિટલ ખાનગી ટ્રસ્ટને આપી રહી છે. એવી પાંચ હોસ્પિટલ છે કે જે સરકાર ખાનગી લોકોને આપી રહી છે. આ પાંચમાંથી ચાર સ્થળે લોકોએ વિરોધ કર્યો છે કે સરકારી હોસ્પિટલનું ખાનગીકરણ ન કરવામાં આવે અને માત્ર સરકારી જ રાખીને પ્રજાને મફત સારવાર આપે. તેમ છતાં પ્રજાનો અવાજ અવગણીને ખાનગી લોકોને કરોડો રૂપિયાની સંપત્તિ પૈસાદાર અને ભાજપના લોકો જે ટ્રસ્ટ સાથે જોડાયેલા છે તેમને સોંપવાની નીતિ જાહેર કરી દેવામાં આવી છે.

આ પાંચ હોસ્પિટલમાં પાલનપુરની સિવિલ હોસ્પિટલ ભાજપના નેતા શંકર ચૌધરી જેમની સાથે જોડાયેલાં છે તે સાબર ડેરીનાં ગબલભાઈ ટ્રસ્ટને સોંપવામાં આવી છે. દાહોદની સિવિલ હોસ્પિટલ એલોપથી દવા બનાવતી ઝાયડ્સ ગૃપને સોંપી દેવામાં આવી છે. અમરેલીની સિવિલ હોસ્પિટલ શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટના હાથમાં આપી દેવામાં આવી છે. ખેડા વાત્રક નજીકની સિવિલ હોસ્પિટલ કે કે શાહ ચેરિટેબલ ટ્રસ્ટને હસ્તાંતર કરી દેવામાં આવી છે. ભરૂચની સિવિલ હોસ્પિટલ હવે ખાનગી હોકોના હાથમાં આપી દેવાની વાતચીત ચાલી રહી છે. અગાઉ પણ સરકારની જમીન સાથેની અબજો રૂપિયાની આરોગ્ય માટે કામ કરતી સંસ્થાઓ આપી દીધી છે. પહેલાં ખાનગી લોકો સરકારને દવાખાના માટે જમની અને નાંણા સાથે દાન આપતાં હતા. જેના પર હોસ્પિટલ બનતી હતી.

અમદાવાદની વી એસ હોસ્પિટલ તેમાંની એક છે. હવે સરકાર દાન કરીને પ્રજાના ટ્રસ્ટી મટીને ખાનગી ટ્રસ્ટને કરોડોની સંપત્તિ આપી રહી છે. ખરેખર તો પ્રજાને સારૂં અને મફત આરોગ્ય વિષયક સેવા આપવી તે સરકારની પ્રાથમિક ફરજ છે. પણ ભાજપે 2001 પછીની ચાર આરોગ્ય સેવા મફત આપવાના બદલે ખાનગી લોકોને તે આપીને ગરીબોને મફત સારવાર આપવાનો સિધ્ધાંત ભૂલી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp