ચાલુ ડિબેટે BJP નેતા ખેડૂત નેતાને મારવા માટે બુટ લઇને દોડ્યા, વીડિયો વાયરલ

PC: youtube.com

ઉત્તરપ્રદેશના સહારનપુરમાં આયોજિત એક લોકલ ન્યુઝ ચેનલની ડિબેટમાં BJP નેતાએ પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું હતું. BJPના જિલ્લા અધ્યભ વિજેન્દ્ર કશ્યપ ડિબેટ દરમિયાન એક ખેડૂત નેતાની ટીપ્પણીથી એવા ગુસ્સે ભરાયા હતા કે તેઓએ બુટ કાઢીને ખેડૂત નેતા પર હુમલો કર્યો હતો. બુઝવારે શહપમાં એક ચેનલે આ ડિબેટનું આયોજન કર્યું હતું જેમાં તમામ પાર્ટીનઓના નેતાઓને આમંત્રણ આપ્યું હતું,

જાણકારી મુજબ, વિજેન્દ્ર કશ્યપે દાવો કર્યો હતો કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના દબાણના કારણે સુગર મિલ માલિકોએ 60% ખેડૂતનો શેરડીના બાકી નીકળતાં નાણાં આપી દીધાં છે. કશ્યપના આ દાવા પર ખેડૂત નેતાએ કહ્યું હતું કે, મારી પાસે તમારા મંત્રાલયના આંકડા છે અને તેના મુજબ, માત્ર 15 % ખેડૂતોને શેરડીના બાકી નાણાં મળી શક્યા છે.

ખેડૂત નેતાની આ ટીપ્પણીથી વિજેન્દ્ર કશ્યપ એવા ગુસ્સે ભરાયા કે અચાનક પોતાની ખુરશી પરથી ઉઠીને ખેડૂત નેતાને બુટ મારવા દોડ્યા હતા. ત્યાં ઉપસ્થિત BJP કાર્યકર્તાઓએ વિજેન્દ્રને સમજાવ્યા હતા કે કેમેરા ચાલુ છે તેથી પોતાને થોડું નિયંત્રણમાં લે. જ્યારે આ ઘટના થઇ ત્યારે કેટલાક લોકોએ વીડિયો લીધો હતો જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. તેમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે BJP નેતા પોતાના હાથમાં બુટ લઇને ખેડૂત નેતા તરફ આગળ વધે છે અને તેને મારવાની કોશીશ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp