2019 લોકસભા ચૂંટણી લડવા અંગે સુષ્મા સ્વરાજ અસમંજસની સ્થિતિમાં, જાણો શું છે કારણ

PC: intoday.in

સુષ્મા સ્વરાજે મધ્યપ્રદેશના ઇન્દોરમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે તેમણે પાર્ટીને પોતાની ઈચ્છા જણાવી દીધી છે. પણ અંતિમ નિર્ણય પાર્ટી લેશે.

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે મધ્યપ્રદેશના ઇન્દોરમાં આ મોટી ઘોષણા કરી છે. તેમણે કહ્યું છે કે તેઓ લોકસભાની ચૂંટણી નહી લડે. પોતાના ખરાબ સ્વાસ્થ્યના કારણે તેઓએ ચૂંટણી નહી લડવાનો નિર્ણય લીધો છે. પત્રકારો સાથેની વાતચીત દરમિયાન તેઓએ આ ઘોષણા કરી હતી.

ઉલ્લેખનીય છે કે, સુષ્મા સ્વરાજની તબિયત સારી નથી તેમજ તેમને થોડા સમય પહેલા જ હોસ્પીટલમાં દાખલ કરાયા હતા. તેઓ પહેલા જ પોતાની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી ચૂક્યા છે જેનું ઓપરેશન 6 કલાક સુધી ચાલ્યું હતું.

એક 40 વર્ષીય મહિલાએ સુષ્મા સ્વરાજને પોતાની કિડની દાન કરી હતી. તેમનું ઓપરેશન કાર્ડિયો થોરેકિક કેન્દ્રના 50 ડોકટરોની એક ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ટ્રાન્સપ્લાન્ટ એનેસ્થેસિયોલોજિસ્ટ, નર્સ, ટેકનીશીયન અને અન્ય સહયોગી કર્મચારીઓ હતા.

સુષ્મા સ્વરાજે ચૂંટણી ન લડવું બીજેપી માટે એક મોટો ઝટકો બની શકે છે કારણકે તેમને બીજેપીના શક્તિશાળી નેતા માનવામાં આવે છે. વિદેશ મંત્રી તરીકે પણ તેમના કામ કરવાની શૈલીની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા કરવામાં આવતી હોય છે.

સુષ્મા સ્વરાજ હાલમાં મધ્યપ્રદેશના વિદિશાના સાંસદ છે, પરંતુ હવે એવું અનુમાન કરવામાં આવે છે કે સુષ્માને રાજ્યસભામાં મોકલવાની તૈયારી થઇ રહી છે.

મહત્વનું છે, સુષ્મા સ્વરાજ રાજકારણમાં કટોકટીના સમયથી જ સક્રિય છે. તેઓ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે રહી ચૂક્યા છે. અટલજીની સરકારમાં પણ મંત્રી તરીકે રહી ચૂક્યા છે. 1999માં તેઓ સોનિયા ગાંધી સામે કર્ણાટકના બેલારીથી ચૂંટણી લડ્યા હતા જોકે આ ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.   

 

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp