BJP ધારાસભ્યની માંગ: પાકિસ્તાની વહૂ સાનિયાને બ્રાન્ડ એમ્બેસેડર પદ પરથી દૂર કરો

PC: etb2bimg.com

BJPના ધારાસભ્ય રાજા સિંહે તેલંગણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે સાનિયા મિર્ઝાને તેલંગણાના બ્રાન્ડ એમ્બેસેડર પદ પરથી હટાવવાની માંગણી કરી છે, કારણ કે તે પાકિસ્તાનની વદુ છે. રાજાએ તેલંગણાના મુખ્યમંત્રીને આગ્રહ કર્યો છે કે, ભયાનક પુલવામા આતંકી હુમલામાં આપણા CRPFના ઘણા જવાનોના જીવ ગયા છે, ત્યારબાદ આવું પગલું લેવાવું જોઈએ. રાજા સિંહ તેલંગણા વિધાનસભામાં ભાજપના એકમાત્ર ધારાસભ્ય છે. ભાજપ ધારાસભ્યએ પાકિસ્તાનને એકલું પાડવા માટે વિવિધ ઉપાયોના માધ્યમથી ભારતીય નાગરિકો અને સરકારની પ્રતિક્રિયાના વખાણ કર્યા હતા.

રાજાએ કહ્યુ હતુ કે, સાનિયાએ એક ભારતીય હોવાનો દાવો કર્યો છે, કારણ કે, તેણે એક પાકિસ્તાની સાથે લગ્ન કર્યા છે. તેને તેલંગણાના બ્રાન્ડ એમ્બેસેડર પદ પરથી હટાવીને સાઈના નેહવાલ અથવા પી. વી. સિંધુ જેવી કોઈ ભારતીય ખેલાડીને એમ્બેસેડર બનાવી દો. તેલંગણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે જુલાઈ, 2014માં સાનિયા મિર્ઝાને તેલંગણાની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી હતી. સાનિયા મિર્ઝાને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાનો ભાજપ શરૂઆતથી જ વિરોધ કરતું આવ્યું છે.

આ અગાઉ પુલવામા આતંકી હુમલાને લઈને સાનિયા મિર્ઝાએ ટ્વિટ કરીને લખ્યુ હતુ, આ પોસ્ટ એ લોકો માટે છે, જે વિચારે છે કે જાણીતી હસ્તિઓ તરીકે અમારે કોઈ હુમલાની નિંદા ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર કરવી જોઈએ, એ સાબિત કરવા માટે કે અમે દેશભક્ત છીએ અને અમને દેશની ચિંતા છે. શા માટે? કારણ કે અમે સેલેબ્સ છીએ. સાનિયાએ વધુમાં લખ્યુ હતુ કે, તમારામાંથી કેટલાક એવા નિરાશ વ્યક્તિ છે, જેમની પાસે પોતાનો ગુસ્સો કાઢવા માટે કોઈ ટાર્ગેટ નથી, તો નફરત ફેલાવવાની કોઈ તક નથી છોડતા. હું મારા દેશ માટે રમું છું, દેશ માટે પરસેવો પાડુ છું અને આ જ રીતે હું મારા દેશની સેવા કરું છું અને સાથે જ પોતાના CRPFના જવાનો અને તેમના પરિવારો સાથે ઊભી છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp