બોડી બિલ્ડરે ઈન્જેક્શનના સહારે બનાવ્યા 24 ઈંચના બાઇસેપ્સ પણ હવે...

PC: instagram.com

રશિયામાં રહેનારો 24 વર્ષનો બોડીબિલ્ડર કિરીલ ટેકેશીને પેટ્રોલિયમ જેલી ઈન્જેક્શનનો ઉપયોગ કરીને પોતાને સુપરમેન બનાવવાની કોશિશ કરી હતી પરંતુ હવે તેને તેની ભારી કિંમત ચૂકવવી પડી રહી છે. જોકે કિરીલની એક સર્જરી થઈ ચૂકી છે પરંતુ હજુ પણ કેટલીક જટિલ સર્જરી પણ બાકી છે અને કોરોના મહામારીને લીધે આ વ્યક્તિની સર્જરી સતત લંબાઈ રહી છે. કિરીલ પોતાના ભવિષ્યને લઈને ચિંતિત છે અને એક સમયે બેપરવાહ લાઈફ જીવનાર કિરીલને હવે અહેસાસ થઈ ચૂક્યો છે કે તેણે કેટલી મોટી મૂર્ખામી કરી છે.

કિરીલે કહ્યું છે કે મેં 20 વર્ષની ઉંમરથી પોતાના હાથમાં પેટ્રોલિયમ જેલીના ઈન્જેક્શન લગાવવાના શરૂ કર્યા હતા. હું તે સમયે ઘણો બેપરવાહ રહેતો હતો અને તેના ખતરનાક પરિણામો પર કોઈ ધ્યાન આપ્યું ન હતું. હું આ ઈન્જેક્શનને શરીરના બાકીના હિસ્સા પર પણ લગાવવા ઈચ્છતો હતો પરંતુ હું પહેલા બાઈસેપ્સ પર તેની અસર જોવા ચાહતો હતો. તેણે આગળ કહ્યું છે કે, જ્યારે મારા હાથની હાલત ખરાબ થવા લાગી તો મને અહેસાસ થયો કે મારે આ ઈન્જેક્શન મારા શરીરના બાકીના ભાગ પર લેવા જોઈએ નહીં.

મતલબ કે કિરીલની આ હાલત અંગે રશિયાના ફૂટબોલર સ્ટારની પત્ની એલાનાને ખબર પડી હતી. તે પ્લાસ્ટીક સર્જરીને લીધે થતા નુકસાન જેલનારા લોકોની મદદ કરતી હતી. તેણે કિરીલની પણ સર્જરી કરાવવામાં મદદ કરી છે. કિરીલની એક સર્જરી ગયા વર્ષે થઈ ચૂકી છે, જેમાં તેના હાથમાંથી સિંથોલ ઓઈલ અને ડેડ મસલ્સ ટિશૂઝને કાઢવામાં આવ્યા હતા. આ બોડી બિલ્ડરના ડોલા 24 ઈંચના હતા, જોકે તેની સાથે એક્સરસાઈઝ કરવાને લીધે તેને હાથમાં દર્દ થતો હતો અને તાવ પણ આવતો હતો.

તેના આ બાઈસેપ્સ તેના કોઈ કામમાં આવતા ન હતા. તે MMAની ફાઈટમાં મા6 3 મિનિટમાં હારી ગયો હતો. કિરીલના સર્જન દિમિત્રી મેલ્નીકોવેએ પણ કહ્યું હતું કે જો તેની સર્જરી કરવામાં નહીં આવે તો તેનું મોત પણ થઈ શકે છે. દિમિત્રીએ કહ્યું છે કે કિરીલે પોતાના હાથની સાથે જે પ્રયોગ કર્યો છે તેનો ઉપયોગ લોકો પોતાના શરીરના બીજા અંગોને પ્રભાવી બનાવવાવાળા માટે પણ ઘણું ખતરનાક સાબિત થઈ શકે છે આથી તેનો ઉપયોગ કરવાથી બચવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp