ઇંગ્લેન્ડના કોચ બ્રેન્ડન મેક્કુલમે પાકિસ્તાનને આપી ચેતવણી, કહ્યું- જીતવા માટે...

PC: icc-cricket.com

ઇંગ્લેન્ડની ટીમ 17 વર્ષ બાદ પાકિસ્તાનના ઘર આંગણે ટેસ્ટ મેચ રમવા પહોંચી છે. 3 મેચોની સીરિઝની શરૂઆત 1 ડિસેમ્બરથી થશે. છેલ્લી વખત વર્ષ 2005માં ઇંગ્લેન્ડે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો, ત્યારે પાકિસ્તાને ટેસ્ટ સીરિઝમાં 2-0થી જીત હાંસલ કરી હતી. જો કે, આ વખતે ઇંગ્લેન્ડની ટીમ ખૂબ મજબૂત નજરે પડી રહી છે. કોચ બ્રેન્ડન મેક્કુલમે સીરિઝ શરૂ થવા અગાઉ પાકિસ્તાનને ચેતવણી પણ આપી છે. તેમણે કહ્યું કે, ઇંગ્લિશ ટીમ પોતાની રમતની રીતમાં કોઈ બદલાવ નહીં કરે અને એટેકિંગ અપ્રોચ યથાવત રાખશે.

આ વર્ષે મે મહિનામાં ઇંગ્લેન્ડના ટેસ્ટ કોચ બન્યા બાદ બ્રેન્ડન મેક્કુલમે ટીમના રમવાના અંદાજમાં બદલાવ કર્યો છે અને તેના અટેકિંગ એપ્રોચને ખૂબ સફળતા પણ મળી છે. ઇંગ્લેન્ડે મે મહિનાથી અત્યાર સુધી રમેલી 7 ટેસ્ટ મેચોમાંથી 6 મેચમાં જીત હાંસલ કરી છે. પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 ટેસ્ટ મેચોની સીરિઝની પહેલી મેચ 1 ડિસેમ્બરથી રાવલપિંડીમાં રમાશે. બીજી ટેસ્ટ મેચ 9-13 ડિસેમ્બર વચ્ચે મુલ્તાનસ જ્યારે ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ 17-21 ડિસેમ્બર વચ્ચે કરાચીમાં રમાશે.

બ્રેન્ડન મેક્કુલમે એક સ્પોર્ટ્સ ચેનલ સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે, અમે પરિણામો માટે જોર લગાવીશું, એક સમય એવો પણ આવે છે જ્યારે તમે જીતવા માટે હારવાનું જોખમ ઉઠાવો છો અને જો પાકિસ્તાન અમને હરાવવા માટે બરાબર છે તો તે પણ સારું છે. બ્રેન્ડન મેક્કુલમ ઈચ્છે છે કે, ટેસ્ટ ક્રિકેટ પોતાના હાલના માહોલમાં આગળ વધે અને ફેન્સ તેનો લુપ્ત ઉઠાવે. જોકે, ટેસ્ટ સીરિઝ શરૂ થવા અગાઉ ઇંગ્લેન્ડને ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર માર્ક વુડ ઇજાના કારણે પહેલી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે.

પાકિસ્તાન અને ઇંગ્લેન્ડની ટેસ્ટ સીરિઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)નો હિસ્સો છે. ખાસ કરીને પાકિસ્તાન માટે આ સીરિઝ ખૂબ મહત્ત્વની છે. આગામી વર્ષે થનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની પાકિસ્તાનની આશા અત્યારે પણ જીવિત છે. જો કે, તેના માટે તેણે ઇંગ્લિશ ટીમને હરાવવી પડશે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 86 ટેસ્ટ રમાઈ છે, જેમાં 26 મેચ ઇંગ્લેન્ડના પક્ષમાં જ્યારે 21 મેચ પાકિસ્તાને જીતી છે. તો 38 મેચ ડ્રો થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp