Royal Enfieldએ BS6 એન્જિનવાળી Himalayan કરી લોન્ચ, જાણો કિંમત

PC: wp.com

Royal Enfieldએ ભારતમાં BS6 માપદંડવાળી Himalayan લોન્ચ કરી દીધી છે. કંપનીએ આ નવા માપદંડવાળી બાઈકને ઘણાં નવા અપડેટ્સ પણ આપ્યા છે. જેમાં સૌથી વધારે ધ્યાન ખેંચનારું ફીચર સ્વિચેબલ ABS છે. આ બાઈકમાં એન્ટીલોક બ્રેકિંગ સિસ્ટમને પાછલા વ્હીલમાં બંધ કરી શકાય છે. જેના દ્વારા જરૂરતના સમયે ડર્ટ પર તેના પાછળના ભાગને સ્લાઈડ કરી શકાય છે.

કલરઃ

Royal Enfield Himalayan BS6 બે નવા કલર લેક બ્લૂ અને ઓક રેડમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેની કિંમત પહેલાથી અવેલેબલ કલરની સરખામણીમાં 1,91,401 રૂપિયા છે.

આ બાઈકની દિલ્હીમાં એક્સ શોરૂમની કિંમત 1,86,811 રૂપિયા રાખવામાં આવી છે.

Royal Enfield Himalayan BS6ના ઉત્પાદન પહેલા કંપનીએ તેના જૂના ગ્રાહકો પાસેથી પ્રતિક્રિયા લીધી અને આ બાઈકની બ્રેકિંગને વધારે સારી કરી. નવી બ્રેકિંગ વ્યવસ્થાનો દાવો છે કે, આ બાઈક બ્રેકિંગ દરમિયાન વધુ નાની જગ્યામાં ઊભી રહી જાય છે. બાઈકનું સાઈડ સ્ટેન વધારે નીચે કરવામાં આવ્યું છે. જેથી ઊભી રહેલી બાઈક પર કોઈ ટેકો લે તો તે પડશે નહી અને તેને લગાવવું અને હટાવવું સરળ છે. આ બાઈકમાં સફેદ બેકલાઈટ અને હેઝાર્ડ લેમ્પ સ્વિચ આપવામાં આવી છે.

એન્જિનઃ

હિમાલયન BS6માં હાલમાં વેચાઈ રહેલી હિમાલયન જેવું જ 411cc સિંગલ સિલેન્ડર, ફ્યૂલ ઈંજેક્ટેડ એન્જિન લગાવવામાં આવ્યું છે. આ એન્જિન 6500 rpm પર 24 bhp પાવર અને 4500 rpm પર 32 Nm ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા રાખે છે.

કંપનીએ લાંબા અંતર માટે સસ્પેંશન સેટઅપ લગાવ્યું છે. તેની સાથે બાઈકની બ્રેકિંગ માટે સ્લીટ એડિશનમાં બે વ્હીલ્સમાં ડિસ્ક બ્રેક આપી છે. હિમાલયનની ઓફરોડ ક્ષમતા વધારવા માટે કંપનીએ આ બાઈકના આગળના ભાગમાં 21-ઈંચ સ્પોક વ્હીલ આપ્યા છે. તો પાછળના ભાગમાં 18 ઈંચ વ્હીલ આપ્યું છે. અને બંને પર ડ્યુઅલ પર્પસ ટાયર્સ પણ લગાવવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp